રાજસ્થાન: ગેહલોત સરકારે રાજસ્થાન ફિલ્મ ટુરિઝમ પ્રમોશન પોલિસી-2022ને આપી મંજૂરી


રાજસ્થાનને ફિલ્મ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા માટે અશોક ગેહલોત સરકારે ફિલ્મ ટુરિઝમ પ્રમોશન પોલિસી-2022ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્યમાં ફિલ્મના શૂટિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. વિદેશી ફિલ્મ નિર્માતાઓને રાજ્યમાં શૂટિંગ માટે નાણાકીય લાભ અને અનુદાન આપવામાં આવશે.
નવી નીતિ જાહેર થયા બાદ રાજસ્થાનમાં રોજગારીની નવી તકો ઉભી થશે. અને રાજ્યની કલા, સંસ્કૃતિ, પ્રવાસનને પ્રોત્સાહન મળશે. બેઠકમાં પબ્લિક ફાયનાન્સિયલ મેનેજમેન્ટ ટ્રેનિંગ સોસાયટીની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. આ સોસાયટી દ્વારા સૂચિત શ્રેષ્ઠ વર્ગની જાહેર નાણાકીય વ્યવસ્થાપન અને તાલીમ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. કેબિનેટે સરકારી શાળાઓમાં શિક્ષકોની અલગ કેડર બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં નિ:શુલ્ક નોંધણી અને સ્ક્રીનીંગ માટેની યોજનાને મુખ્યમંત્રી મફત નિરોગી રાજસ્થાન યોજના નામ આપવા માટે પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.