સ્પોર્ટસ

ગીતા અને બબીતા ફોગટ કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પહોંચ્યા

ભારતીય રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે દિવસથી ભારતીય મહિલા અને પુરૂષ કુસ્તીબાજો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનમાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ જેવા ઘણા મોટા કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે. આ રેસલર્સે બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણી સહિત અનેક આરોપો લગાવ્યા છે. ભારતીય કુસ્તીબાજોના આ વિરોધને હવે પૂર્વ કુસ્તીબાજો ગીતા અને બબીતા ​​ફોગટનું સમર્થન મળ્યું છે. બંને પૂર્વ કુસ્તીબાજોએ આ લડાઈમાં ભારતીય કુસ્તીબાજોને સમર્થન આપવાની વાત કરી છે.

કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા ગીતા ફોગાટે લખ્યું છે કે, ‘આપણા દેશના કુસ્તીબાજોએ WFIમાં ખેલાડીઓ સાથે જે થાય છે તેને બહાર લાવવા માટે ખૂબ જ હિંમતભર્યું કામ કર્યું છે અને આ સત્ય માટે લડવું આપણા બધા દેશવાસીઓની ફરજ છે. ખેલાડીઓને સમર્થન આપો અને તેમને ન્યાય અપાવો.

ગીતા ફોગટની બહેન અને ત્રણ વખત કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા બબીતા ​​ફોગાટે લખ્યું છે કે, ‘કુસ્તીના આ મામલે હું મારા તમામ સાથી ખેલાડીઓ સાથે ઉભી છું. હું તમને બધાને આશ્વાસન આપું છું કે હું આ મુદ્દાને સરકાર સાથે દરેક સ્તરે ઉઠાવવા માટે કામ કરીશ અને ખેલાડીઓની લાગણીઓ અનુસાર ભવિષ્ય નક્કી કરવામાં આવશે. હું આ લડાઈમાં મારા ખેલાડીઓ સાથે છું. બબીતાએ એમ પણ લખ્યું છે કે તેને સરકારમાં પૂરો વિશ્વાસ છે કે તે દેશના ખેલાડીઓ સાથે ન્યાય કરશે જેમણે વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે.

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે બુધવારે બ્રિજ ભૂષણ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, ‘WFI પ્રમુખે ઘણી મહિલા રેસલર અને કોચને યૌન ઉત્પીડન કર્યું છે. હું આજે આ કહું છું પણ મને ખબર નથી કે કાલે હું જીવિત રહીશ કે નહીં. મારી સાથે અહીં બેઠેલી કેટલીક મહિલા રેસલરો પણ આ છેડતીનો શિકાર બની છે. અમે અમારા માટે નથી લડી રહ્યા, અમે કુસ્તીને બચાવવા માટે લડી રહ્યા છીએ.

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિજ ભૂષણ અને ભારતીય રેસલિંગ ફેડરેશન પર અન્ય ઘણા આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે કુસ્તીબાજોને સ્પોન્સર્સ તરફથી કોઈ મદદ મળતી નથી. જે આર્થિક મદદ કુસ્તીબાજો સુધી પહોંચવી જોઈએ તે તેમના સુધી પહોંચતી નથી. ભારતીય રેસલિંગ એસોસિએશન સામે ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પરંતુ વિરોધ કરનારા કુસ્તીબાજોને ત્રાસ આપવામાં આવે છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ સામે કોઈ કંઈ બોલી શકે નહીં. બ્રિજભૂષણ શરણ સિંહ ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. તે ખૂબ જ શક્તિશાળી છે. જ્યારે પણ તેની સામે ફરિયાદ થાય છે ત્યારે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે.

આ પણ વાંચો : જાતીય સતામણીના આરોપો પર WFI પ્રમુખનું નિવેદન, કહ્યું-‘…તો હું ફાંસી પર લટકી જઈશ’

Back to top button