

નાણાકીય વર્ષ 2021-22ના સરકારે આંકડા જાહેર કરી દિધા છે. જેમાં નાણાકીય વર્ષ 2021-22માં GDPનો દર 6.6 ટકાથી વધીને 8.7 ટકા થયો છે.
નાણાકીય વર્ષ 2021-22ની ચોથી ત્રિમાસિકમાં સરકારે જીડીપીના મોર્ચે બહુ મોટો ઝટકો લાગ્યો છે. ચોથી ત્રિમાસિક જાન્યુઆરીથી-માર્ચમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 4.1 ટકા રહ્યો છે. મંગળવારે ભારત સરકારના સ્ટેટિસ્ટિક્સ ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર નબળા ઉત્પાદનને કારણે ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર સુસ્ત રહ્યો હતો. જેના કારણે માર્ચ ક્વાર્ટરમાં જીડીપી 4.1 ટકા નોંધાયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી વૃદ્ધિ 8.7 ટકા નોંધાયો હતો.