GCMMFમાં નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ, શામળ પટેલ અને વલમજી રિપીટ


ગુજરાતમાં 61 હજાર કરોડની વહીવટ ધરાવતી અને દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં નવા ચેરમેન માટે આજે ચૂંટણી યોજાઈ હતી. આ GCMMF ની ચૂંટણીની ચૂંટણીમાં નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં વર્તમાન ચેરમેન શામળ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે વલમજી હુંબલને પણ રિપીટ કરવામાં આવ્યા છે.
GCMMFમા નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ
આજે GCMMFમા નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ માટે ચૂંટણી યોજાઈ હતી. GCMMFમા વર્તમાન બોર્ડમાં ચેરમેન શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી જેમાં વિવિધ ડેરીના પદાધિકારીઓમાંથી હાલના જ ચેરમેન અને વાઈસ ચેરમેનને રીપીટ કરવામાં આવ્યા છે.
વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનને કરાયા રીપીટ
અમુલ દ્વારા અઢી વર્ષ માટે નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આજે 18 ડિરેકટર અને સ્ટેટ રજિસ્ટ્રાર મળી 19 મતથી અમૂલ ફેડરેશના સભાખંડમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના હસ્તકની જુદી જુદી મંડળીઓના ચેરમેન મતદાન કર્યું હતું. જેમાં વર્તમાન ચેરમેન વર્તમાન ચેરમેન શામળ પટેલને અને વાઈસ ચેરમેન તરીકે વલમજી હુંબલને રિપીટ કરવામા આવ્યા છે. શામળ પટેલ સાબરકાંઠાની સાબર ડેરીના ચેરમેન છે જ્યારે વલમજી હુંબલ કચ્છની સરહદ ડેરીના ચેરમેન છે.
આ પણ વાંચો : રાષ્ટ્રીય બાલિકા દિવસ : આજે કેમ મનાવવામાં આવે છે ? જાણો તેનો ઇતિહાસ અને અન્ય મહત્વની વાતો