અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનનું આયોજન

  • આ પ્રસંગે GCCI દ્વારા આવતા વર્ષે યોજાનારા GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પો – GATE 2025ની જાહેરાત કરવામાં આવી હતી

અમદાવાદ, 20 ડિસેમ્બર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(GCCI)ના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે GCCIની 75 વર્ષની યશગાથા વર્ણવતી વીડિયો ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી. વધુમાં, આ પ્રસંગે GCCI દ્વારા આવતા વર્ષે યોજાનારા GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પો – GATE 2025ની જાહેરાત કરવામાં આવી હતી તથા તેની વિગતો અને આયોજન દર્શાવવામાં આવ્યા હતા.

GCCI

વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું: CM

રાજ્યની વિકાસ યાત્રાના વિશે વાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે,સાબરમતીની કાયાપલટ થકી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પામ્યો. વાઈબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. આજે ટોચની 500 કંપનીમાંથી 100થી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે, ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર જેવા નવીન ક્ષેત્રોમાં આપણે ઉત્તમ વિકાસ સાધી રહ્યા છીએ, તો સાથે સાથે પ્રાકૃતિક કૃષિ જેવી મુહીમના લીધે આપણે મિશન લાઈફનો મંત્રને પણ સાકાર કરી રહ્યા છીએ.

PMના નેતૃત્વમાં આજે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે: CM

‘યહીં સમય હે, સહી સમય હે’ એમ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ધંધા-રોજગાર સહિત દરેક ક્ષેત્રે સોનેરી સમય છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે.” “વિકસિત ભારતના નિર્માણમાં GCCI સહીત વેપાર ઉદ્યોગોનું યોગદાન મહત્ત્વનું રહેવાનું છે” એમ જણાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે પરિવર્તન જરૂરી બન્યું છે. આધુનિક સમયમાં જીવનમાં સુખ દુઃખ, જીવનમૂલ્યો અને સામાજિક આદર્શોના પરિમાણો બદલાયા છે ત્યારે આપણી આવનારી પેઢી વધુ ચારિત્ર્યવાન બને એ આપણી સૌની જવાબદારી છે.

પદ્મ શ્રી સવજી ધોળકીયાએ શું કહ્યું?

જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન પદ્મ શ્રી સવજી ધોળકીયાએ આ પ્રસંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વ તથા ત્વરિત નિર્ણય શક્તિના લીધે રાજ્ય આજે વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. જીવનમાં વેપાર ધંધા સાથે સમાજ સેવા કરવાથી અને સમાજને પાછું આપવાથી અનેરો આત્મસંતોષ મળે છે.

GCCIના પ્રમુખે શું કહ્યું?

GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે સ્વાગત સંબોધન કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના બે વર્ષ હમણાં જ પૂર્ણ થયા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં આજે વિવિધ બિઝનેસ ફેન્ડલી પોલિસી, સહાયો અને યોજનાઓના યોગ્ય અમલીકરણના લીધે રાજ્યમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ખરાં અર્થમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની સંકલ્પના સાકાર થઈ રહી છે.

આ પણ જૂઓ: ગુજરાત પ્રવાસે આવેલા કેરળના મહિલા પત્રકાર મંડળે GIFT City ની મુલાકાત લીધી

Back to top button