ગુજરાતબિઝનેસ

GCCI પ્રમુખ : ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે ‘આત્મનિર્ભર ગુજરાત યોજના’ ખૂબજ લાભદાયી

Text To Speech

ગુજરાત સરકાર દ્વારા રાજ્યોના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આત્મનિર્ભર ગુજરાત યોજનાઓને GCCI દ્વારા આવકારવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાનાં માનનીય ઉદ્યોગમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ દશેરાના શુભ અવસર પર ઉદ્યોગોને સહાયતા માટે આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ જાહેર કરી હતી, જેને GCCI એ વધાવી છે.

Pathik Patwari GCCI President Hum Dekhenge News
GCCI ના પ્રમુખ પથિક પટવારી

MSME સેક્ટરને પુષ્કળ લાભ મળશે

આ મુદ્દે GCCI ના પ્રમુખ પથિક પટવારી અને તેમની પદાધિકારીઓની ટીમે ગુજરાતના વેપાર અને ઉદ્યોગ સમુદાય વતી સરકારની આ સમયસરની પહેલને આવકારતાં કહ્યું કે, આ યોજનાઓથી ખાસ કરીને MSME ને વ્યાપક સહાય મળશે. જેમ કે નેટ SGST ની ભરપાઈ, EPF ભરપાઈ, ભાડા સહાય વગેરેને અમે બિરદાવીએ છીએ. વધુમાં, તેમાં ઉદ્યોગ ઇકોસિસ્ટમના તમામ સ્તરોનો સમાવેશ થાય છે, તે ખુબ જ સારી બાબત છે. આ ઉપરાંત તે MSME ને હેન્ડહોલ્ડિંગ પ્રદાન કરે છે અને સાથોસાથ મેગા ઇન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહિત કરે છે, જે તેમને આનુષંગિક રૂપે વ્યવસાયની તકો પ્રદાન કરે છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારે ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ’ની કરી જાહેરાત, 15 લાખ રોજગારની તકોનું થશે નિર્માણ

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ દૂરંદેશી નીતિ છે કારણ કે તે SGST વળતર આપીને પ્રોત્સાહનને ઉત્પાદન સાથે જોડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકમ દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રત્યક્ષ રોજગાર સાથે પ્રોત્સાહનોને જોડવું એ આવકારદાયક પગલું છે, કારણ કે તે લાંબા ગાળે વધારાની રોજગારીનું સર્જન કરશે.

નવી યોજનાઓ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ મદદરૂપ થશે : GCCI પ્રમુખ

પટવારીએ ઉમેર્યું હતું કે પ્રોજેક્ટ માટે જમીનની ખરીદી/લીઝ પર સરકારને ચૂકવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી એ એકમો માટે મોટો નાણાકીય બોજ છે અને તેથી પાત્ર એકમોને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની 100% ભરપાઈથી ઉદ્યોગોને ઘણી જરૂરી રાહત મળશે. GCCI માને છે કે જાહેર કરાયેલી નવી યોજનાઓ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ મદદરૂપ થશે અને રાજ્યમાં મોટા પાયે નવા રોકાણોને પ્રોત્સાહિત કરશે.

Back to top button