ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

યુદ્ધનો અંત: ઈઝરાયલે 90 ફિલિસ્તીની કેદીઓને મુક્ત કર્યા, હમાસે પણ 3ને છોડ્યા

Text To Speech

ગાઝા, 20 જાન્યુઆરી 2025: ઈઝરાયલ અને હમાસની વચ્ચે લગભગ એક વર્ષથી પણ વધારે સમયથી ચાલી રહેલો જંગ રવિવારે અસ્થાયી ધોરણે અટકી ગયો. તેની સાથે જ ગાઝામાં ચાલી રહેલી તબાહી પણ થંભી ગઈ. સીઝફાયરના કરાર અંતર્ગત હમાસ તરફથી ઈઝરાયલના 3 બંધકોને મુક્ત કરી દેવામાં આવ્યા અને તેઓ ઈઝરાયલ પહોંચી ગયા. જે બંધક મુક્ત થયા છે, તે તમામ મહિલાઓ છે. તો વળી હવે કરાર અંતર્ગત ઈઝરાયલે પણ 90 ફિલિસ્તીની કેદીઓ અને બંધકોને મુક્ત કરી દીધા છે.

મોટા ભાગની મહિલાઓ અને નાના બાળકો

ઈઝરાયલે જે ફિલિસ્તીની કેદીઓને ધરપકડ કર્યા છે, તેમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. ઈઝરાયલે આ લિસ્ટમાં સામેલ તમામ લોકોને દેશની સુરક્ષાથી સંબંધિત અપરાધ, પથ્થર ફેંકવાથી લઈને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપો અંતર્ગત ધરપકડમાં લીધા હતા.

ક્યારે મુક્ત થશે અન્ય કેદી

ઈઝરાયલ અને હમાસની વચ્ચે જો યુદ્ધવિરામ ચાલું રહેશે તો કેદીઓની અદલા બદલીનો આગળનો તબક્કો 25 જાન્યુઆરીએ થશે, જે પહેલાથી નિર્ધારિત છે. હવે પછીની એક્સચેન્સમાં હમાસ ઈઝરાયલની 4 મહિલા બંધકોને મુક્ત કરશે, ત્યાર બાદ ઈઝરાયલ દરેક બંધકના બદલામાં 30-50 ફિલિસ્તીની કેદીઓને છુટા કરશે.

શું છે કરારની શરતો

ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરનો પ્રથમ તબક્કો કૂલ 42 દિવસનો હશે. હમાસની આ શરત છે કે સીઝફાયર ડીલના પ્રથમ તબક્કામાં ઈઝરાયલી સેના ગાઝા સરહદથી 700 મીટર પાછળ પોતાના વિસ્તારમાં જતા રહેશે. સીઝફાયર ડીલના પ્રથમ તબક્કામાં હમાસ 33 બંધકોને મુક્ત કરી શકે છે, જેમાં 5 મહિલાઓ પણ છે. આ બાજૂ ઈઝરાયલ તેની બદલામાં સૈકડો ફિલિસ્તીની કેદીઓને છોડશે. તેના 15 દિવસ બાદ હમાસ બાકી બંધકોને મુક્ત કરશે, આ દરમ્યાન બંને પક્ષ સ્થાયી સીઝફાયર પર વાત કરશે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં રહી ભારતના વખાણ કરતા બે યૂટ્યૂબરને પાક આર્મીએ ફાંસી આપી? જાણો શું છે સચ્ચાઈ

Back to top button