આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગનેશનલ

સ્વદેશની અભિનેત્રી ગાયત્રી જોષી અને તેના પતિને અકસ્માત નડ્યો

Text To Speech
  • ઈટાલીમાં એક સાથે વધારે વાહનોએ વેનની ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા અનેક વાહન ટકરાયાં
  • અકસ્માતમાં ઈટાલી ફરવા આવેલા સ્વિટ્ઝરલેન્ડના વૃદ્ધ દંપતિનું મૃત્યુ

“સ્વદેશ” ફિલ્મથી જાણીતી થયેલી અભિનેત્રી અને મોડેલ ગાયત્રી જોષી અને તેના પતિ વિકાસ ઑબેરોયને ઈટાલીમાં ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જોકે આ દંપતિ સંપૂર્ણ સલામત હોવાનું જાણવા મળે છે.

અહેવાલ અનુસાર, ઈટાલીના એક ગ્રામ્ય વિસ્તારમાં વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે આ સાંકડા રસ્તા પર જઈ રહેલી એક વાનની ઓવરટેક કરવા કેટલાક ઉતાવળીયા કારચાલકોએ એક સાથે પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન એક કારનો આગળનો ભાગ વાનના પાછલા ભાગમાં ટકરાતાં વાન ઊંધી પડી ગઈ હતી અને તે સાથે આગળ-પાછળની બીજી કારો પણ અકસ્માતનો ભોગ બની હતી.

જોકે, આ મલ્ટિપલ કાર અકસ્માતમાં ગાયત્રી અને તેના પતિને કોઈ ઈજા થઈ નથી અને બંને સલામત હોવાનું ગાયત્રીએ એક ભારતીય અખબારના પ્રતિનિધિને જણાવ્યું હતું. જોકે, આ અકસ્માતમાં મૂળ સ્વિટ્ઝરલેન્ડના અને ઈટાલી ફરવા આવેલા એક વૃદ્ધ પતિ-પત્નીનું મૃત્યુ થયું હતું.

અકસ્માતની આ સમગ્ર ઘટના એક કારની આગળ રાખવામાં આવેલા કૅમેરામાં લાઈવ ઝડપાઈ હતી જેનો વીડિયો ગ્લોબ ક્લિપ્સ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો…

જૂઓઃ

કોણ છે ગાયત્રી જોષી?

ગાયત્રી જોષીએ 2004માં આવેલી સ્વદેશ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે અભિનય કર્યો હતો. જોકે ફિલ્મ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલાં ગાયત્રી એક સફળ મોડેલ હતી અને દેશની ઘણી અગ્રણી બ્રાન્ડની જાહેરખબરમાં તે ચમકી હતી. અલબત્ત, સ્વદેશ ફિલ્મ કર્યા બાદ તેણે બીજી કોઈ ફિલ્મમાં અભિનય કર્યો નહીં અને તેને બદલે પારિવારિક જીવન પસંદ કર્યું. ગાયત્રીએ બિઝનેસમેન વિકાસ ઑબેરોય સાથે લગ્ન કર્યાં છે. મોડેલિંગ ઉપરાંત ગાયત્રી જગજીત સિંહના સુવિખ્યાત ગીત કાગજ કી કશ્તીમાં પણ જોવા મળી હતી.

Back to top button