ઉત્તર ગુજરાતધર્મ

શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર ભક્તિરસથી ઉભરાયું મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર

Text To Speech

પાલનપુર : મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર ભારતીય સંસ્કૃતિની પરંપરા જાગૃત કરવા દરેક ઉત્સવોની ઉજવણી કરે છે. ત્યારે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ પર રાત્રે નવ કલાકેથી જન્મ સમય સુધી ભક્તો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના ભજન કિર્તન, રાસ ગરબાથી ગુંજી ઉઠ્યું હતું. ગાયત્રી ચેતના કેન્દ્ર પર સત્સંગ હૉલમાં ખૂબ જ સુશોભન તેમજ શ્રીકૃષ્ણ જન્મ દર્શન માટે સુંદર પારણું સુશોભિત કરવામાં આવ્યું. રાત્રે બાર વાગ્યે શ્રીકૃષ્ણ જન્મના દર્શન સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નારાઓથી સમગ્ર ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું.

GPYG 01 Janmashtmi 2022

જીપીવાયજીના યુવાનો દ્વારા રાત્રે બાર વાગે માખણની મટકી વધ ઉત્સવ ઉજવાયો તેમજ ભગવાન શ્રીકૃષ્ણ જન્મ દર્શનમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. સૌને મુક્ત મને ભગવાન શ્રીકૃષ્ણના પારણાને પોતાના હાથે ઝુલાવવાનો લ્હાવો મલ્યો હતો. દર્શને આવનાર સૌ ખૂબ આનંદ વિભોર થઈ ધન્યતા અનુભવાય એવો માહોલ છવાઈ ગયો હતો.

GPYG 02 Janmashtmi 2022

ગાયત્રી ચેતના કેન્દ્રમાં હંમેશા માતાજીના શૃંગારની ઉત્સાહભેર સેવા નિભાવતા તેમજ ભામાશા ગણાતા એવા સૂર્યાબેન કમલેશભાઈ પટેલના હસ્તે આરતી ઉતારી સમાપન કરવામાં આવેલ. દર્શનાર્થીઓ સૌને માટે પંચામૃત, પંજરીનો પ્રસાદ અને કેળા તથા ફરાળી અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button