ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગૌતમ ગંભીરને સલાહ આપવી પડી ભારે; લોકોએ કહ્યું- બ્રિજભૂષણ પાસે કેવી રીતે બેસો છો?

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે દેશવાસીઓને 77માં સ્વતંત્રતા દિવસની ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. ગૌતમ ગંભીરે ઘરે તિરંગો ફરકાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ગૌતમ ગંભીરે તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘ઈશ્ક કા તો પતા નહીં, પર જો તુમસે હૈ વો કિસી સે નહીં! જય હિંદ.’ ગૌતમ ગંભીરે #IndependenceDay હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.

ગૌતમ ગંભીરે બીજા દિવસે એટલે કે 16 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર બીજી પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં એક મહિલા રાત્રે નિર્જન રસ્તા પર ઉભી છે. ગૌતમ ગંભીરે કેપ્શનમાં લખ્યું, ‘હવે સ્વતંત્રતા દિવસ પૂરો થઈ ગયો છે.. સાચી સ્વતંત્રતા ત્યારે થશે જ્યારે આપણે આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓનું સન્માન કરવાનું શરૂ કરીશું! ચાલો તેમને સુરક્ષાનો અનુભવ કરાવીએ! જય હિંદ.’

સોશિયલ મીડિયા પર લોકોએ ગૌતમ ગંભીર પર સાધ્યું નિશાન

ગૌતમ ગંભીરની આ પોસ્ટ ટ્વિટર પર વાયરલ થઈ છે. કેટલાક લોકો તેમના વિચારો સાથે સહમત વ્યક્ત કરી હતી, જ્યારે ઘણા લોકોએ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. @Arun_Kaku05એ લખ્યું, ‘તો ચાલો મણિપુર જઈએ.’ @airveteran1એ લખ્યું, ‘જેમ તમે લોકોએ કુસ્તીબાજોને અનુભવ કરાવ્યો છે. તેવી રીતે.’ @ashemp એ પ્રશ્ન પૂછ્યો, ‘તો શું તમે ભાજપમાંથી રાજીનામું આપવાનું નક્કી કરી લીધું છે?’

આ પણ વાંચો-રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું; 2023માં 21માં વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન

@bindass_ladkiએ લખ્યું, ‘મણીપુરમાં મહિલાઓ પર થતા અત્યાચારો પર તમે ચૂપ રહ્યા, બ્રિજ ભૂષણ પર ચૂપ છો અને તમે અહીં કેવી રીતે ટ્વીટ કરી રહ્યાં છો.’ @aapka_manoj લખ્યું કે, સાચે જ સંસદમાં તમે ભૂષણની પાસે બેસો છો. @paul9433એ લખ્યું, શું સંસદમાં તમે સંસદમાં બ્રિજભૂષણ પાસે બેસો છો? @BharadwajJeevanએ લખ્યું, બ્રિજભૂષણ, કુલદીપ સેંગર, રામ રહીમ, સંદીપ સિંહને કડક સજા અપાવી દો, ગલીના ગુંડાઓ આપોઆપ સુધરી જશે.

@VMRasteએ લખ્યું, “એક બીજેપી સાંસદ આ કહી રહ્યો છે.” તે પછી વિચારતા ચહેરાની ઇમોજી શેર કરી. @Awara013એ લખ્યું, ‘પરંતુ મોદીજી મહિલાઓની સુરક્ષા પર મૌન છે. તે વિકાસની નકલી વાતો અને પ્રચાર કરવામાં વ્યસ્ત છે.

@100off31એ લખ્યું, ‘આ વાત બ્રિજ ભૂષણ, કુલદીપ સેંગર, ચિન્મયાનંદ, એમજે અકબર, સાક્ષી મહારાજ, અજય સિંહ બિષ્ટની પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિ દ્વારા કહેવામાં આવી રહી છે. તે એ પક્ષમાંથી છે જેણે હાથરસ, ઉન્નાવ, બિલકિસ બાનો, કઠુઆ, મણિપુર અને અન્ય ઘણી બળાત્કારની ઘટનાઓમાં આરોપીઓને બચાવ્યા.

ગૌતમ ગંભીરની પોસ્ટ પર, @Santosh_rj79એ લખ્યું, ‘તમે પોતે સરકારમાં છો, તમે જે પણ કરવા માંગો છો અથવા બદલવા માંગો છો તે તમારા હાથમાં છે. ગૌતમ જી, તમે જે પક્ષનું પ્રતિનિધિત્વ કરો છો તે પક્ષમાં સૌથી મોટા બળાત્કારી અને તડીપાર છે, તમે સરકારના પ્રતિનિધિત્વ કરો છો, મને કહો કે તમે શું કર્યું, શું તમે ભાજપમાં બળાત્કારીઓનો વિરોધ કરો છો.? આ સિવાય બીજા ઘણા લોકોએ આ પ્રકારનું ટ્વિટ કરીને ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો-PM મોદીના આર્થિક સલાહકારની ‘બંધારણ’ બદલવાની ભલામણ; વિપક્ષ લાલચોળ

Back to top button