ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમ વિવાદ પર ગૌતમ ગંભીરે તોડ્યું મોન, જાણો શું કહ્યું

  • 3 જાન્યુઆરીથી સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાશે

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરી 2025થી સિડનીમાં રમાશે. સિડની ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. કોચે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમ વિશે લીક થઈ રહેલા રિપોર્ટ સાચા નથી. ડ્રેસિંગ રૂમની ચર્ચા ખેલાડી અને કોચ પૂરતી મર્યાદિત હોવી જોઈએ.

મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કરી સ્પષ્ટતા

હકીકતમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટેસ્ટ પહેલા એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે, મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ કોચ ગૌતમ ગંભીરે ભારતીય ખેલાડીઓને ઠપકો આપ્યો હતો પરંતુ ગંભીરે આ ડ્રેસિંગ રૂમ લીક્સને ખોટી ગણાવીને નકારી કાઢી હતી. ગૌતમ ગંભીરે કહ્યું કે, તમામ ખેલાડીઓ જાણે છે કે કયા ક્ષેત્રમાં કામ કરવાનું છે. અમે તેમને માત્ર એક વાતચીત કરી છે કે, આ ટેસ્ટ મેચ કેવી રીતે જીતવી. ગંભીરે એમ પણ કહ્યું કે, કોચ અને ખેલાડી વચ્ચેની ચર્ચા માત્ર ડ્રેસિંગ રૂમ સુધી જ મર્યાદિત હોવી જોઈએ. જ્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં ઈમાનદાર લોકો રહેશે, ત્યાં સુધી ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં રહેશે. માત્ર પ્રદર્શન જ તમને ડ્રેસિંગ રૂમમાં રાખે છે.

શું રોહિત-વિરાટ તેમની છેલ્લી ટેસ્ટ મેચ રમશે?

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ સિડનીમાં યોજાવાની છે. આ ટેસ્ટ મેચ પહેલા એવા ઘણા અહેવાલ છે કે રોહિત-વિરાટ પોતાના ટેસ્ટ કરિયરની છેલ્લી મેચ રમશે. આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. દરમિયાન, જ્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગંભીરને આ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે તેણે રોહિત-કોહલી સાથે માત્ર આગામી ટેસ્ટ મેચ જીતવા વિશે વાત કરી છે, કારણ કે તે જાણે છે કે આગામી ટેસ્ટ મેચ તેમના માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે.

આ સાથે જ ગંભીરે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે, ઝડપી બોલર આકાશ દીપ નવા વર્ષની ટેસ્ટ મેચમાં ભાગ લેશે નહીં. પીઠની સમસ્યાને કારણે તે સિડની ટેસ્ટ મેચ રમી શકશે નહીં.

આ પણ જૂઓ: IND vs AUS: સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, સ્ટાર ખેલાડી બહાર થયો

Back to top button