ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

લાંચના આરોપ બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઘટાડો, નેટવર્થ 20% તૂટી

Text To Speech

મુંબઈ, 22 નવેમ્બર : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં જબરદસ્ત ઘટાડો થયો છે. અમેરિકી વકીલ દ્વારા અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપો બાદ ગૌતમ અદાણી સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં લગભગ 28%નો ઘટાડો થયો છે.

ગુરુવાર બાદ શુક્રવારે પણ શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. તેની સીધી અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી છે. તેમની નેટવર્થ 20% થી વધુ ઘટી છે. આવી સ્થિતિમાં તેણે હવે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો ગુમાવી દીધો છે.

₹1,25,045 કરોડનું નુકસાન

ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, અમેરિકામાં આરોપોને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં 21.21%નો ઘટાડો થયો છે. ફોર્બ્સની રીયલટાઇમ બિલિયોનેર્સ લિસ્ટના ડેટા અનુસાર, શુક્રવારે સવારે 10:50 વાગ્યા સુધીમાં, નેટવર્થમાં $14.8 બિલિયન (રૂ. 1,25,045 કરોડ)નો ઘટાડો થયો હતો.

જેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ હવે માત્ર 55 બિલિયન ડોલર રહી છે. નેટવર્થમાં થયેલા આ ઘટાડાને કારણે ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ઘણા નીચે આવી ગયા છે. આ યાદીમાં તે 27મા સ્થાને આવી ગયા છે. અગાઉ તે આ યાદીમાં 18મા સ્થાને હતા.

હવે મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે

ગૌતમ અદાણી અગાઉ ભારતના સૌથી ધનિક વ્યક્તિ હતા.  આ સ્થિતિ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને પરત મળી છે. મુકેશ અંબાણી હાલમાં 97.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના 18મા સૌથી ધનિક વ્યક્તિ છે.

ગૌતમ અદાણી પર શું છે આરોપ?

મહત્વનું છે કે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા ભારતમાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને $250 મિલિયન લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય પર 2020 અને 2024 ની વચ્ચે સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે ભારતીય સરકારી અધિકારીઓને $250 મિલિયનથી વધુ લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. એક અંદાજ મુજબ આનાથી જૂથને બે અબજ ડોલરથી વધુનો નફો થવાની સંભાવના છે. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

આ પણ વાંચો :- VIDEO: KL રાહુલ સાથે થઈ ચીટિંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં હોબાળો

Back to top button