ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

ગુજરાતના TOP-10 ધનિકો કોણ છે અને કોની થઈ એન્ટ્રી ? જુઓ લિસ્ટ

Text To Speech

હુરુન રિપોર્ટ ઈન્ડિયા અને IIFL વેલ્થએ 2022ની એડિશન ‘IIFL Wealth Hurun Gujarat Rich List 2022’ જાહેર કરી છે.આ રૂ. 1000 કરોડ કે વધારે સંપત્તિ ધરાવતી સૌથ વધુ ધનિક વ્યક્તિઓની યાદીઓનું સંકલન છે. IIFL Wealth Hurun Gujarat Rich List 2022માં ગુજરાતમાંથી સૌથી વધુ ધનિક વ્યક્તિઓ અંગેનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો છે.

IIFL વેલ્થના સહ-સ્થાપક અને જોઇન્ટ CEO યતિન શાહે કહ્યું કે, “ગુજરાત ભારતમાં ઉદ્યોગસાહસિકતાનો વારસો ધરાવતા શ્રેષ્ઠ રાજ્યોમાં સામેલ છે અને ટેકનોલોજીની સ્વીકાર્યતા સાથે નાણાકીય જાગૃતિ હંમેશા ગુજરાતમાં વધારે રહી છે. રાજ્યના 86થી વધારે વ્યક્તિઓ ગુજરાતમાંથી આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં સામેલ થયા છે. ગુજરાતના સૌથી વધુ ધનિકો ફાર્મા ક્ષેત્રમાંથી છે અને ત્યારબાદ સૌથી વધુ ધનિકો કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના તથા જ્વેલરી ક્ષેત્રના છે.”

IIFL વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટમાં સામેલ એન્ટ્રન્ટ દસ વર્ષ અગાઉ 5થી ઓછા હતા, જે અત્યારે વધીને 86 થઈ ગયા છે. હકીકત એ છે કે, ગ્લોબલ ટોપ 10માં 2 અને ઇન્ડિયા ટોપ 10માં 4 ઉદ્યોગસાહસિકો ગુજરાતી મૂળના છે. લિસ્ટમાં સામેલ 1103 વ્યક્તિઓમાં 149 વ્યક્તિઓએ પ્રવેશ કર્યો છે. આ તમામની કુલ સંપત્તિ રૂ. 100 લાખ કરોડ છે.”

TOP-10 ધનિક વ્યક્તિઓ

અગાઉના વર્ષની સરખામણીમાં વર્ષ 2022માં ટોપ 10 વ્યક્તિઓ માટે કટ-ઓફ રૂ. 1,800 કરોડ વધીને રૂ. 15,300 કરોડ થયું. રાજ્યના ટોપર ગૌતમ અદાણી એન્ડ ફેમિલીની સંપત્તિમાં એક વર્ષના ગાળામાં 116 ટકાનો વધારો થયો હતો.

ટેબલ 1: ગુજરાતના TOP-10 ધનકુબેરો –


રાજ્યના 21 ટકા સૌથી વધુ ધનિક વ્યક્તિઓ મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં કાર્યરત છે. ગુજરાતના ધનિકોની યાદીમાં બીજો સૌથી વધુ પસંદગીનો ઉદ્યોગ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ છે.

ટેબલ 2: TOP-5 પ્રદાતા ઉદ્યોગો

ગુજરાતમાંથી કુલ 13 વ્યક્તિઓએ આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં પહેલી વાર પ્રવેશ કર્યો છે. આ 13 વ્યક્તિઓએ યાદીની કુલ સંપત્તિમાં રૂ. 28,700નો ઉમેરો કર્યો છે.

ટેબલ 3: ગુજરાતમાંથી સામેલ થયેલી ટોચની વ્યક્તિઓ

Back to top button