ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ગૌતમ અદાણીએ ભૂટાનના રાજા અને PMને મળ્યા: 570 MWના ગ્રીન હાઇડ્રો પ્લાન્ટની કરી મોટી ડીલ

  • પાડોશી દેશ ભૂટાનમાં ગૌતમ અદાણીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ આપવાનું પણ કહ્યું 

થિમ્પુ, 17 જૂન: અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani) રવિવારે થિમ્પુમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક(Jigme Khesar Namgyel Wangchuck) અને વડાપ્રધાન દાશો શેરિંગ તોબગે(Dasho Tshering Tobgay) ને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભૂતાનમાં 570 મેગાવોટના ગ્રીન હાઈડ્રો પ્લાન્ટના નિર્માણ માટેના કરાર(MoU) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે પાડોશી દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગની પણ વાત કરી હતી.

 

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ ભૂટાનમાં હાઇડ્રો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરવા આતુર છે. આ અંગે ગૌતમ અદાણીએ X પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, “ભૂતાનના માનનીય વડાપ્રધાન દાશો શેરિંગ તોબગે સાથેની મુલાકાત ખૂબ જ રોમાંચક રહી. ચુખા પ્રાંતમાં 570 મેગાવોટના ગ્રીન હાઇડ્રો પ્લાન્ટ માટે ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશન લિમિટેડ (DGPC) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. મહામહિમ રાજાના વિઝનને આગળ વધારતા અને સમગ્ર દેશમાં વ્યાપક માળખાગત પહેલને આગળ ધપાવતા જોવું ભૂટાનના PMને જોવા પ્રશંસનીય છે.”

 

અદાણી ગ્રૂપ ભૂટાનમાં હાઈડ્રો અને ઈન્ફ્રા પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરશે

ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં, ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “તેઓ રાજાને મળીને સન્માનિત થયા અને ભૂટાન માટેના તેમના વિઝન અને ‘વિશાળ કોમ્પ્યુટીંગ સેન્ટર અને ડેટા સુવિધા સહિત ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી માટે મહત્વાકાંક્ષી ઇકો-ફ્રેન્ડલી માસ્ટરપ્લાન’થી પ્રેરિત થયા.” ગૌતમ અદાણીએ વધુમાં લખ્યું કે, “અદાણી ગ્રુપ ભૂતાનમાં હાઈડ્રો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરવા આતુર છે.” તેમણે કહ્યું કે, કાર્બન નેગેટિવ રાષ્ટ્ર માટે ગ્રીન એનર્જી મેનેજમેન્ટની સાથે આ પરિવર્તનકારી યોજનાઓ પર સહયોગ કરવા માટે હું ઉત્સાહિત છું.”

ગયા વર્ષે નવેમ્બરમાં, ગૌતમ અદાણી ભૂટાનના રાજાને મળ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ “પોતાના ખુશ અને ઉત્સાહથી ભરેલા પાડોશી” માટે ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં યોગદાન આપવા અદાણી ગ્રુપ માટેની તકો શોધવા માટે ઉત્સાહિત છે.”

આ પણ જુઓ: બંગાળમાં ટ્રાન્સજેન્ડરોને નોકરીમાં 1% અનામત આપવા HC નો આદેશ

Back to top button