ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટીવિશેષ

ગૌતમ અદાણીએ ફરી મેળવ્યું એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન

Text To Speech

અમદાવાદ, 07 જાન્યુઆરી : ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ, મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં પણ 12માં સ્થાને, તેની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે. તેમની સંપત્તિમાં 24 કલાકમાં 7.6 અબજ ડોલરનો વધારો થયો છે.

મુકેશ અંબાણી અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાનેથી 13મા સ્થાને, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીની સંપત્તિ (મુકેશ અંબાણીની નેટવર્થ) 97 બિલિયન ડોલર છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થ $665 મિલિયન વધી છે.

ગૌતમ અદાણીની નેટવર્થ

અદાણી ગ્રૂપના માલિક અને હવે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, અબજોપતિઓની યાદીમાં 12મા નંબરે, ગુરુવાર સુધી તે આ લિસ્ટમાં 14માં નંબર પર હતા, પરંતુ 24 કલાકમાં તેની નેટવર્થમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી અને તે 14માં સ્થાનેથી 12માં સ્થાને પહોંચી ગયા હતા. તે ભારતના સૌથી ધનિક વ્યક્તિ પણ બન્યા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ $97.6 બિલિયન થઈ ગઈ છે.

ગૌતમ અદાણીની સંપત્તિ આટલી ઝડપથી કેમ વધી?

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે કંપનીનું મૂલ્ય વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે સેબીની તપાસને સાચા માર્ગ પર હોવાનું કહ્યું હતું, તેમજ બજાર નિયામક સેબીને 24માંથી બાકીના 2 કેસની તપાસ કરવા માટે વધુ 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો

શેર બજારમાં છેલ્લા દિવસોના ઉછાળાની સાથે શુક્રવારે અદાણી ગ્રુપના શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ACC સિમેન્ટનો શેર BSE પર શેર દીઠ 3.20% વધીને રૂ. 2,352 થયો હતો. આ સાથે અદાણી પોર્ટ લગભગ 3 ટકા, અદાણી પાવર 2 ટકા, અદાણી ટોટલ ગેસ 2 ટકા, અદાણી વિલ્મર શેર 0.12 ટકા, અંબુજા લગભગ 3 ટકા વધ્યા હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝના શેર 0.18 ટકા ઘટ્યા હતા. આ સિવાય અદાણી એનર્જી સોલ્યુશન્સ 0.41% અને અદાણી એનર્જી 0.43% ઘટ્યા હતા.

આ પણ વાંચો : ચપટી વગાડતા જ પહોંચી જશો ગુજરાતથી ન્યૂયોર્ક…

Back to top button