ટોપ ન્યૂઝબિઝનેસવર્લ્ડ

ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી મોટા અમીર, જાણો-કેટલી છે સંપત્તિ ?

Text To Speech

ભારતના અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એવું સ્થાન હાંસલ કર્યું છે જે આજ પહેલા કોઈ ભારતીયે કર્યું ન હતું. ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે અને તેમણે ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીની સંપત્તિ ઘટીને137.4 બિલિયન ડોલર થઈ ગઈ છે અને આ માહિતી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર પ્રાપ્ત થઈ છે.

Gautam Adani
Gautam Adani

વિશ્વના ત્રીજી સૌથી અમીર બનેલા પ્રથમ એશિયન

ગૌતમ અદાણી પ્રથમ એશિયન છે જે વિશ્વના ત્રીજા સૌથી અમીર સ્થાને પહોંચ્યા છે. ચીનના જેક મા અને ભારતના મુકેશ અંબાણીએ પણ આ સ્થાનને ક્યારેય સ્પર્શ્યું નથી. ગૌતમ અદાણીએ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચીને એશિયા અને ભારત માટે સિદ્ધિ હાંસલ કરી છે.

World's Top 3 Richest
World’s Top 3 Richest

ઈલોન મસ્ક અને જેફ બેઝોસ હવે અમીરોની યાદીમાં આગળ

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હવે વિશ્વના અમીરોની યાદીમાં ગૌતમ અદાણીથી આગળ છે. એલોન મસ્ક અને જેફ બેઝોસ લાંબા સમયથી પ્રથમ સ્થાને છે, પરંતુ ગૌતમ અદાણીએ પ્રખ્યાત ફ્રેન્ચ લક્ઝરી ફેશન કંપની LVMH મોએટ હેનેસી લુઈસ વિટનના માલિક બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે.

musk and jeff bezos and Moet Hennessy Louis Vuitton
musk and jeff bezos and Moet Hennessy Louis Vuitton

ટોપ-3માં કોણ- કોણ ?

આ યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્થાને છે અને તેમની સંપત્તિ 137.4 અબજ ડોલર થઈ ગઈ છે. પ્રથમ સ્થાને રહેલા એલોન મસ્કની કુલ સંપત્તિ 251 બિલિયન ડૉલર છે. બીજા સ્થાને રહેલા જેફ બેઝોસની કુલ સંપત્તિ 153 બિલિયન ડૉલર છે. ચોથા સ્થાને સરકી ગયેલા બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ 1.37 બિલિયન ડૉલરના ઘટાડાથી 136 બિલિયન ડૉલર પર આવી ગઈ છે. ભારતના મુકેશ અંબાણી આ યાદીમાં ટોપ 10માંથી બહાર છે અને તેમની સંપત્તિ 91.9 બિલિયન ડૉલર છે.

Back to top button