બિઝનેસ

ગૌતમ અદાણી : USIBC ગ્લોબલ લીડરશિપ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

Text To Speech

નવી દિલ્હી : ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં વિશ્વના ટોપ-3 ધનિકોની યાદીમાં સામેલ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ગ્લોબલ લીડરશિપ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યાછે.

ગૌતમ અદાણીએ આ શિખરની થીમને અમેરિકા-ભારત સમૃદ્ધિના આગામી 75 વર્ષોને મહત્તમ બનાવવા સમયની દ્રષ્ટિએ દોષરહિત ગણાવી હતી. તેમણે 2050 સુધીમાં અમેરિકા અને ભારતીય GDPનું સંયુક્ત મૂલ્ય આશ્ચર્યજનક રીતે 70 ટ્રિલિયન ડોલર થવાની ધારણા વ્યક્ત કરી છે. જે વૈશ્વિક અર્થંતંત્રનો 35-40% હિસ્સો છે.

તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના વર્તમાન સમયના 150 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારને સાવ નગણ્ય ગણાવીને હજું ઘણું કરવાની જરૂર છે. તેવું તેમણે જણાવ્યું હતું. હાલમાં જે વિકલ્પો ઉપલબ્ધ છે. તેમાં અમેરિકા-ભારતના વ્યાપાર પરિષદ (USIBC)ની ભૂમિકા વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

આ એવોર્ડથી ઘણી હસ્તિઓને કરવામાં આવ્યા છે સન્માનિત 

આ એવોર્ડ જેફ બેજોસ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, નાસ્ડેકના પ્રમુખ એડેના ફ્રીડમેન, ફેડેક્સ કોર્પોરેશનના પ્રમુખ ફ્રેડ સ્મિથ અને કોટક મહિન્દ્રા બેંકના પ્રમુખ ઉદય કોટક જેવી હસ્તિઓને આ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2007થી આ પુરસ્કાર ભારત અને અમેરિકાના ટોચના ઉદ્યોગ સાહસિકોને દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધોને સશક્ત બનાવવાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો બદલ આપવામાં આવે છે.

ગૌતમ અદાણીએ આ શિખરની થીમને અમેરિકા-ભારત સમૃદ્ધિના આગામી 75 વર્ષોને મહત્તમ બનાવવા સમયની દ્રષ્ટિએ દોષરહિત ગણાવી હતી. તેમણે 2050 સુધીમાં અમેરિકા અને ભારતીય GDPનું સંયુક્ત મૂલ્ય આશ્ચર્યજનક રીતે 70 ટ્રિલિયન ડોલર થવાની ધારણા વ્યક્ત કરી છે. જે વૈશ્વિક અર્થંતંત્રનો 35-40% હિસ્સો છે.

તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના વર્તમાન સમયના 150 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારને સાવ નગણ્ય ગણાવીને હજું ઘણું કરવાની જરૂર છે. તેવું તેમણે જણાવ્યું હતું. હાલમાં જે વિકલ્પો ઉપલબ્ધ છે. તેમાં અમેરિકા-ભારતના વ્યાપાર પરિષદ (USIBC)ની ભૂમિકા વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

તેમણે સૌથી પહેલા તો ક્લાયમેટ ચેન્જના મુદ્દાને અગત્યનો ગણાવીને વિકસિત દેશોએ વિકાસશીલ રાષ્ટ્રોને ટેકો આપવા મામલે વધુ સક્રિય બનવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.યુએસ ક્લાઈમેટ બિલ પર હસ્તાક્ષર બાદ હવે બંને દેશોએ કોઈ પદ્ધતિ શોધવા સહયોગનો માર્ગ શોધવા આગળ આવવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

અદાણી ગ્રુપએ 70 બિલિયન ડોલરનું આપ્યું વચન

ગૌતમ અદાણીએ જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જ માટેના પ્રયત્નોમાં સહભાગી થવા માટે અદાણી ગ્રુપે 70 બિલિયન ડોલરનું વચન આપ્યું છે. માટે ભારતમાં 3 ગીગા ફેક્ટરીઓનું નિર્માણ જોવા મળશે.અદાણી ગ્રુપ પોતાની વર્તમાન 20 ગીગાવોટની ક્ષમતામાં ઉમેરો કરવા માટે વધારાની 45 ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા તેમજ 3 મિલિયન ટન હાઇડ્રોજન પેદા કરશે. તે બધું જ 2030 અગાઉ સંપન્ન થશે. ગૌતમ અદાણીએ તેમના સાથે કામ કરવા માટે ઈચ્છુક એવી અમેરિકી કંપનીઓના સહયોગથી તેઓ તેમના લક્ષ્યોને વધુ વેગ આપી શકશે અને તેનાથી બંને દેશને પણ ફાયદો થશે તેમ જણાવ્યું હતું.તે સિવાય ગૌતમ અદાણીએ સેમિકન્ડક્ટર, આરોગ્ય સંભાળ, સંરક્ષણ અને સાઈબર ક્ષેત્રે વ્યાપક સહયોગની જરૂર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ USIBCને એક વ્યાપક પ્લેટફોર્મની સુવિધા આપવા માટે અપીલ કરી હતી. સંબોધનના અંતમાં ગૌતમ અદાણીએ USIBCના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ નિશા બિસ્વાલની કામગીરી અને વર્તમાન પ્રમુખ અતુલ કેશપની કામગીરીને બિરદાવી હતી.

Back to top button