બિઝનેસ

ગૌતમ અદાણી ચાલુ વર્ષે સૌથી વ્યસ્ત બિઝનેસમેનમાંના એક રહ્યા

વર્ષ 2022માં ગૌતમ અદાણી એક્વિઝિશનના મામલે સૌથી વ્યસ્ત બિઝનેસમેનમાંના એક હતા જે અંગે બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. વધુમાં વર્ષ 2022માં જે ઉદ્યોગપતિઓની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે તેમાં ગૌતમ અદાણીનું નામ ટોચ પર છે.  બ્લૂમબર્ગ 50ના છઠ્ઠા અહેવાલ મુજબ ગૌતમ અદાણી પહેલાથી જ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે જે વેપાર, રાજકારણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને મનોરંજનના ક્ષેત્રોમાં મહત્વની સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

કોલેજ ડ્રોપઆઉટ ગૌતમ અદાણી ફર્સ્ટ જનરેશન બિઝનેસમેન 

ભારતીય ઉદ્યોગપતિઓની સંપત્તિમાં આ વર્ષે વિશ્વમાં સૌથી વધુ વધારો થયો છે. આ વધારા સાથે તેઓ બર્નાર્ડ આર્નોલ્ટ અને એલોન મસ્ક પછી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.  14 ડિસેમ્બરે બહાર પડેલા બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોલેજ ડ્રોપઆઉટ ગૌતમ અદાણી ફર્સ્ટ જનરેશન બિઝનેસમેન છે. તેણે મુંબઈમાં હીરાના વેપારી તરીકે શરૂઆત કરી હતી અને આજે બંદરો, રિન્યુએબલ એનર્જી અને લોજિસ્ટિક્સમાં રસ ધરાવે છે.

ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં અદાણી જૂથની 70 અબજ ડોલરના રોકાણની પણ જાહેરાત

ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં $49 બિલિયનનો વધારો થયો છે, જેના આધારે તેઓ બિલ ગેટ્સ અને વોરેન બફેટ જેવી હસ્તીઓને પાછળ છોડીને વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. સ્વિસ સિમેન્ટ કંપની હોલ્સિમ લિમિટેડના ભારતીય બિઝનેસનું 10 બિલિયન ડોલરમાં અધિગ્રહણ અને NDTV મીડિયા ગ્રુપનું અધિગ્રહણ આ વર્ષના તેમના કેટલાક મુખ્ય નિર્ણયો હતા. અહેવાલ મુજબ, અદાણી જૂથે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં 70 અબજ ડોલરના રોકાણની પણ જાહેરાત કરી છે.

એશિયાના સૌથી પરોપકારી લોકોની યાદીમાં પણ અદાણી ટોચ પર 

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) પહેલાથી જ વિશ્વની સૌથી મોટી સોલાર પાવર ઉત્પાદક બની ગઈ છે. કંપની રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન માટે તેની ક્ષમતાઓ સતત વિસ્તરી રહી છે. જ્યાં એક તરફ અદાણી ગ્રૂપ માર્કેટ કેપ દ્વારા ભારતનું સૌથી મોટું સમૂહ બની ગયું છે, તો બીજી તરફ, જૂથ પરોપકારમાં પણ મોખરે છે. આ મહિનાની શરૂઆતમાં, તે HCL ચીફ શિવ નાદર સાથે એશિયાના સૌથી પરોપકારી લોકોની યાદીમાં પણ ટોચ પર છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી પરોપકારીઓની સોળમી યાદીમાં તેમની સાથે હેપીએસ્ટ માઈન્ડ્સ ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન અશોક સૂતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અદાણી જૂથ જન્મદિવસ પાછળ કરશે $7.7 મિલિયનનો ખર્ચ

આ વર્ષે જૂનમાં, તેમના 60માં જન્મદિવસ પર, અદાણીએ પરોપકારી કાર્ય માટે $7.7 મિલિયન ખર્ચવાની જાહેરાત કરી હતી. ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ અદાણીની આગેવાની હેઠળના અદાણી ફાઉન્ડેશન દ્વારા આ નાણાં આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પાછળ ખર્ચવામાં આવનાર છે.

Back to top button