સૌરાષ્ટ્રમાં ભાજપના આંતરિક વિગ્રહને કારણે ગૌરવયાત્રા “ફેલ”, કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ફિયાસ્કો
આજે હિમાચલની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. તથા આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના તારીખ પણ આવી જશે. તેવામાં ભાજપે મતદારોને રિઝવવા ગૌરવયાત્રાનો આરંભ કરાવ્યો છે. જેમાં 182 બેઠકો પર વિવિધ નેતાઓ યાત્રાઓ યોજી રહ્યો છે. તેવામાં આજે મોરબી જિલ્લાના વાંકાનેરમાં ગૌરવયાત્રામાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં હાય-હાયના નારા લાગ્યા છે.
ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા
જો કે આજે આ ગૌરવ યાત્રા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં મોરબી પહોંચી હતી. જો કે આ યાત્રાનો પ્રથમ ફિયાસ્કો ત્યારે થયો જ્યારે આ યાત્રાનું સ્વાગત કરવા માટે ખુબ જ ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જાહેર સભા હોવા છતા પણ 500 થી પણઓછા લોકો હાજર હતા. જેના કારણે યાત્રાનો ફિયાસ્કો થયો હતો. જો કે આટલું ઓછું હોય તેમ યાત્રા આગળ વધી રહી હતી. ત્યારે અચાનક મોટી સંખ્યામાં લોકો ઘસી આવ્યા હતા. તેમણે ભાજપ અને સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં PM મોદી ‘મીની કમલમ્’ ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કરે તેવી શક્યતા
હજારી ખાતે આ યાત્રાનો ભારે વિરોધ થયો હતો. જેના કારણે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સહિતના ભાજપના આગેવાનો અસહજ સ્થિતિમાં આવી ગયા હતા. તો બીજી તરફ કાર્યકરો અને પદાધિકારીઓ દોડતા થયા હતા. તત્કાલ યાત્રાને ઝડપથી આગળ ધપાવી દેવામાં આવી હતી.
આ પણ જાણવા જેવું છે: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નવા બનેલા અટલ બ્રિજ પાસે બોમ્બ ફુટ્યો, જાણો વીડિયોનું સત્ય
જાણો 2017માં શું હતુ પરિણામ:
ગુજરાતમાં વિધાનસભાની કુલ સીટ 182 છે. 40 સીટ અનામત છે. 13 સીટ અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 સીટ અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017 ચૂંટણીની વાતો કરીએ તો ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવી સરકાર બનાવી હતી. ચૂંટણીમાં ભાજપને 99, કોંગ્રેસને 77 સીટો મલી હતી. બે સીટ ભારતીય ટ્રાઈબલ પાર્ટીને અને એક સીટ એનસીપીને મળી હતી, જ્યારે 3 સીટો પર અપક્ષે જીત મેળવી હતી.