ગુજરાત

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરાયો ગૌરવ પુરસ્કાર, જાણો કોને મળશે પુરસ્કાર

Text To Speech

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે પ્રસિદ્ધ વાર્તાકાર મોહન પરમારને સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો છે તેમજ યુવા લેખક તરીકે રામ મોરીને યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો છે.

રામ મોરી -hum dekhnge news
યુવા લેખક તરીકે રામ મોરીને ગૌરવ પુરસ્કાર

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા દરવર્ષે આપવામાં આવતા ગુજરાતી ભાષાના સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કાર માટે પ્રસિદ્ધ વાર્તાકાર મોહન પરમાર અને રામ મોરીને ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવાનો સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૌરવ પુરસ્કાર,
ગૌરવ પુરસ્કાર,

આ પણ વાંચો: વાતાવરણમાં પલટો આવતા રાજ્યના આ જીલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

મોહન પરમાર તેમજ રામ મોરીને મળશે ગૌરવ પુરસ્કાર

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાતી ભાષાના સાહિત્ય ગૌરવ પુરસ્કાર જાહેર કરાયો છે. જેમાં ગુજરાતી સાહિત્ય અકાદમીની અધ્યક્ષતામાં મળેલી કાર્યવાહક સમિતિની બેઠકમાં પુરસ્કાર અંગે નિર્ણય લેવાયો છે જેમાં વર્ષ 2021 માટે મોહન પરમાર પ્રસિદ્ધ વાર્તાકારને સાહિત્ય ગૌરવ પુરસ્કાર તો રામ મોરીને યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો છે. મોહન પરમારે ગુજરાતી સાહિત્યને વાર્તાસંગ્રહ, નવલકથાઓ તેમજ નાટકો પણ આપ્યા છે જેમાંથી કોલાહલ, અને ભેખડ તેમાની એક છે.

Back to top button