ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈમરાન ખાનની પાર્ટીમાં મોટી ઉથલપાથલ, ગોહર અલી ખાનને PTI અધ્યક્ષ પદથી હટાવ્યા

Text To Speech

ઇસ્લામાબાદ (પાકિસ્તાન), 24 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં કયો પક્ષ સરકાર બનાવશે તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યારે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)માં મોટી ઉથલપાથલ થઈ છે. દેશની સૌથી લોકપ્રિય ઈમરાન ખાનની પાર્ટીના અધ્યક્ષ ગોહર ખાનને અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. હવે તેમની જગ્યાએ નવા ઉમેદવારનું નામ સામે આવ્યું છે. જો કે,  ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે PTI ઉભરી આવી હતી. પરંતુ,  ઈમરાન ખાનની પાર્ટીમાં કઈ બરાબર નથી ચાલી રહ્યું.

અસમર્થતા અને નબળી કામગીરીને કારણે દૂર કરાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વરિષ્ઠ નેતા અફઝલ મારવતે કહ્યું કે બેરિસ્ટર ગોહર અલી ખાનને તેમની “અયોગ્યતા અને નબળા” પ્રદર્શનને કારણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના અધ્યક્ષ પદ પરથી “હટાવવામાં” આવ્યા છે. ગોહર કાર્યકરોની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ સાબિત થયા છે. પાર્ટી કાર્યાલય ચલાવવા માટે દરેક સમયે સક્રિય રહેવું પડે છે, પરંતુ એવું બન્યું નહીં. તેમણે ઉમેર્યું કે ચૂંટણી પરિણામો પછી પક્ષના નેતૃત્વનો અભિગમ પ્રશંસનીય ન હતો અને ગોહરને 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણી પછી પક્ષનું નેતૃત્વ કરવું જોઈતું હતું. પરંતુ તે આમાં પણ નિષ્ફળ નીવડ્યા. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ખાનની પાર્ટી આગામી સરકાર બનાવી શકશે નહીં તે સ્પષ્ટ થયા બાદ તેમનું નિવેદન આવ્યું છે.

ગોહરે ગુરુવારે જાહેરાત કરી હતી કે PTI પાર્ટીના આગામી અધ્યક્ષ પદના ઉમેદવાર બેરિસ્ટર અલી ઝફર છે અને પાર્ટીની આંતરિક ચૂંટણી 3 માર્ચે યોજાવાની છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) અને સુપ્રીમ કોર્ટે પાર્ટીની આંતરિક ચૂંટણીઓને ગેરકાયદેસર જાહેર કરી હતી અને પાર્ટીનું પ્રતિકાત્મક પ્રતીક ‘ક્રિકેટ બેટ’ છીનવી લીધું હતું. ત્યારથી ભૂતપૂર્વ શાસક પક્ષની ટોચની જગ્યા એક મહિના કરતાં વધુ સમયથી ખાલી છે. પીટીઆઈના નવા ચૂંટણી સમયપત્રક અનુસાર, પાર્ટીની આંતરિક ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો 23 અને 24 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્ર દાખલ કરી શકશે.

આ પણ વાંચો: ‘પાકિસ્તાનને એક પૈસો પણ ન આપો…’, ઈમરાન ખાન IMFને લખશે પત્ર

Back to top button