ગૌહર ખાન અને ઝૈદ દરબારના ઘરે નાના મહેમાનનું આગમન, અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ


નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની એક્ટિંગની છાપ છોડી ચૂકેલી અભિનેત્રી ગૌહર ખાને બેબી બોયને જન્મ આપ્યો છે. ગૌહર ખાન અને તેના પતિ ઝૈદ દરબારના ઘરે એક નાના મહેમાનનું આગમન થયું છે. બેબી બોયના જન્મની જાહેરાત ગૌહર ખાને સોશિયલ મીડિયા પર કરી છે.
અભિનેત્રી ગૌહર ખાન માતા બની
બિગ બોસ વિનર ગૌહર ખાનનું નામ પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. ચાહકો પણ એ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમની ફેવરિટ અભિનેત્રીનું ઘર ગુંજશે. ફાઈનલી બેબી બોયના જન્મની ખુશી ગૌહર ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપી છે.
View this post on Instagram
ગૌહર ખાને કહ્યું- આ છોકરો છે, ખરા અર્થમાં 10મે, 2023ના રોજ અમને સાચી ખુશીનો અહેસાસ થયો છે. અમારો પુત્ર તમામના પ્રેમ અને પ્રાર્થના માટે દરેકનો આભાર માને છે. ઝૈદ અને ગૌહર નવા માતા-પિતા બનવાની ખુશી અનુભવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર માતા બનવા અંગેની પોતાની લાગણીઓને ઉજાગર કરી છે.

ફેન્સ ગૌહરને અભિનંદન આપી રહ્યા છે
ગૌહર ખાને તરત જ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે તે એક બેબી બોયની માતા બની છે. ત્યારથી તેના ચાહકો સહિત પરિચિત તમામ લોકો અભિનંદન આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ પ્રીતિ ઝિન્ટાએ પતિ-બાળકો સાથે હટેશ્વરી માતાના કર્યા દર્શન ,પતિને આપી આ ખાસ ભેટ