ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયામાં મોટી દુર્ઘટના, ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થતાં 25ના મોત, 60થી વધુ ઘાયલ

Text To Speech

રશિયામાં એક મોટી દુર્ઘટના થઈ છે, જ્યાં એક ગેસ સ્ટેશનમાં આગ લાગવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો છે. દક્ષિણી રશિયાના દાગેસ્તાનના એક ગેસ સ્ટેશનમાં લાગેલી આગની ઘટનામાં ત્રણ બાળકો સહિત 25 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે આ અકસ્માતમાં 66 લોકો ઘાયલ પણ થયા છે.

રશિયાના ગેસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ

સોમવારે રાત્રે (14 એપ્રિલ) દાગેસ્તાની રાજધાની મખાચકલામાં હાઇવેની બાજુમાં એક ઓટો રિપેર શોપમાં આગ ફાટી નીકળી હતી અને વિસ્ફોટ નજીકના ગેસ સ્ટેશનમાં ફેલાઈ ગયા હતા. આ પહેલા જે સમાચાર આવ્યા હતા તેમાં 12 લોકોના મોતની માહિતી સામે આવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ રશિયાના મખાચકલા શહેરમાં ગેસ સ્ટેશન પર વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને 50 ઘાયલ થયા. “પ્રારંભિક માહિતી અનુસાર, વિસ્ફોટ મખાચકલામાં ગ્લોબસ શોપિંગ સેન્ટર નજીક એક કાર સર્વિસ સેન્ટરમાં થયો હતો.

રશિયા અક્સમાત -humdekhengenews

દુર્ઘટનામાં 25ના મોત, 60થી વધુ ઘાયલ

પ્રાદેશિક ગવર્નરે આજે જણાવ્યું હતું કે, દાગેસ્તાનના દક્ષિણી રશિયન પ્રદેશમાં ગેસ સ્ટેશનમાં આગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. ગવર્નર સેર્ગેઈ મેલિકોવે ટેલિગ્રામ પર તેમની સત્તાવાર ચેનલમાં જણાવ્યું હતું કે, “દાગેસ્તાન ડિઝાસ્ટર મેડિસિન સેન્ટરની માહિતી અનુસાર, 0.00 (મોસ્કો સમય) સુધીમાં 12 લોકો માર્યા ગયા હતા, 50 ઘાયલ થયા હતા.” જો કે, બાદમાં મૃતકોની સંખ્યા વધુ વધી, જે 25 પર પહોંચી. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.

આગમાં એક મકાન બળીને ખાખ

આ આગના કારણે એક માળનું મકાન પણ બળીને રાખ થઈ ગયું હતું. આગમાં 12 લોકોના મોત થયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં 13 બાળકોનો સમાવેશ થાય છે. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગના જવાનોને આગ પર કાબૂ મેળવવા માટે સાડા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. આગ 600 ચોરસ મીટરના વિસ્તારને લપેટમાં લીધી હતી.

આ પણ વાંચો : 1971ના યુધ્ધમાં ભારતને હરાવવાના સપના જોતા પાકિસ્તાનને માધાપરની પરિણીતાઓએ રન-વે બનાવી ધુળ ચટાડી હતી

Back to top button