ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ગેસ રીફીલીંગ કૌભાંડ, 3 શખ્સો રંગેહાથ ઝડપાયા

Text To Speech
  • મુદ્દામાલ કબજે કરીને ત્રણેય આરોપી સામે ગુનો નોંધ્યો
  • રાંધણ, કોમર્શિયલની કુલ 53 બોટલ ઝડપાઇ
  • કુલ રૂ.2.74 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

અમદાવાદમાં ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપાયુ છે. જેમાં 3 શખ્સો રંગેહાથ પકડાયા છે તેઓ રાંધણ, કોમર્શિયલની કુલ 53 બોટલ સાથે ઝડપાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

કુલ રૂ.2.74 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે સૈજપુર ગોપાલપુર, ગોકુલધામ સોસાયટીના મેદાનમાં ગેસ રીફીલીંગ કરતા ત્રણ શખ્સોને રંગેહાથ પકડી પાડયા હતા. પોલીસ પહોંચી ત્યારે આરોપીઓ ભરેલા ગેસના બાટલામાંથી ખાલી બાટલામાં સ્ટીલની પાઇપથી ગેસ પુરતા હતા. પોલીસે સ્થળ ઉપરથી કુલ 53 રાંધણ ગેસ અને કોમર્શિયલ બોટલ સહિત કુલ રૂ.2.74 લાખનો મુદ્દામાલ કબજે કરીને તેઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોધ્યો

નારોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોધ્યો છે. જેમાં નારોલ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળતાં સૈજપુર ગોપાલપુર, ગોકુલધામ સોસાયટીના ખુલ્લા મેદાનમાં આરોપીઓ રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસની ભરેલી બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ ભરતા હતા.

મુદ્દામાલ કબજે કરીને ત્રણેય આરોપી સામે ગુનો નોંધ્યો

પોલીસે તપાસ કરતાં સ્થળ ઉપરથી ગેસના કુલ 53 બોટલા અને ગેસ રીફીલીંગ માટે વપરાતી સ્ટીલની પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરીને ત્રણેય આરોપી સામે ગુનો નોંધીને કેટલા સમયથી આ ગોરખધંધો કરતા હતા અને આ કૌભાંડમાં ગેસ કંપનીના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ અને કેટલા રૂપિયામાં ગેસના બાટલા વેચતા હતા તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદના 191 કોર્પોરેટરો કાશ્મીર જશે, જાણો શું છે કારણ 

Back to top button