

દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા પહેલેથી જ પરેશાન છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે અહીં ખાનગી કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં ફરી વધારો કરાયો છે. ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર CNG ગેસના ભાવમાં વધારો થયો છે. અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો થયો છે.
અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો:
હવે વાહનચાલકોએ અદાણી ગેસના CNG માટે 75.09 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. અગાઉ અમદાવાદામાં CNGનો ભાવ 74.29 રૂપિયા હતો. પરંતુ આજથી જ અદાણી ગેસે CNGના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 2 મહિના પહેલા કેન્દ્ર સરકારે CNG ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે CNGમાં 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
2 મહિના પહેલા થયો હતો ઘટાડો:
ગત એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો. એના પછી આજે અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના માટે દાન આપ્યું ? જાણો- અફવા છે કે સત્ય !