રોકેટની જેમ હવામાં ઉડ્યા ગેસ સિલિન્ડર !


મહારાષ્ટ્ર: મનમાડમાં ગેસ સિલિન્ડર વહન કરતી ટ્રક પલટી જતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ પછીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ટ્રકમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર હવામાં ઉડતા જોઈ શકાય છે. અહેવાલો અનુસાર, મનમાડ નજીક પુણે-ઈન્દોર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રક પલટી ગઈ હતી. જે બાદ આગ ફાટી નીકળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રકમાં ગેસથી ભરેલા લગભગ 200 સિલિન્ડર લોડ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના પુને -ઇન્દોર હાઈવે પરથી પસાર થતી એક ગેસ સીલીન્ડર ભરેલી ટ્રક ચાનક પલટાઈ જતા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતાં. લગભગ 200 જેટલા ગેસ સીલીન્ડર લઇને જતી ટ્રક પલટાઈ જતા તેમાંથી અમુક સીલીન્ડરો બ્લાસ્ટ થવા લાગ્યા. ત્યારબાદ આ સીલીન્ડરો આકાશમાં જેમ રોકેટો ઉડે તે રીતે બ્લાસ્ટ થવા લાગ્યા.
આ પણ વાંચો : ડાયમંડ સિટી સુરત હવે ઓળખાશે ‘એપલ સિટી’ તરીકે, શું થઈ રહ્યું છે ખાસ ?
આ સીલીન્ડર બ્લાસ્ટના અવાજ પણ ખુબ ભયાનક અને ડરામણા હતા. આ આવજ જાણે બોમ્બ બ્લાસ્ટ થતો હોય તેવો હોવાથી લોકોમાં પણ ભયની લાગણી જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોચી ગયો હતો. તેમજ સુરક્ષાના ભાગરૂપે તરત જ હાઈવે પર ગાડીઓની અવરજવર રોકી દેવામાં આવી હતી. ગનીમત છે કે કોઈ જાનહાની થઈ નથી