ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં GAS કેડરના 5 અધિકારીની બદલી, જુઓ લિસ્ટ

Text To Speech

ગાંધીનગર, તા. 18 માર્ચ, 2025: ગુજરાતમાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એડિશનલ ડાયરેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આી છે. વી સી બોડાણાની ડાયરેક્ટર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગરથી રેસિડેન્શીયલ એડિશનલ કલેકટર પાટણ તરીકે બદલી કરવામાં આવી હતી. જય બારોટને વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

જે જે પટેલ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર અમદાવાદની બદલી પંચમહાલ ગોધરાના રેસીડેન્શિયલ કલેકટર તરીકે કરવામાં આવી હતી. ડીએમ દેસાઈને વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

ડીપી ચૌહાણ ગુજરાત વક્ફ બોર્ડના સભ્ય તરીકે હતા તેમને રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર કચ્છ ભુજ ખાતે મુકવામાં આવ્યા હતા. એમ પી શાહને વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

ડી વી મકવાણા ચીફ પર્સનલ ઓફિસર કમિશ્નર હેલ્થ અને મેડિકલ સર્વિસિસ અને એજ્યુકેશન ગાંધીનગરથી બદલી કરીને રેસિડેન્શિયલ એડિશનલ કલેકટર અરવલ્લી મોડાસા ખાતે મુકવામાં આવ્યા હતા.

આર પી જોશી ડાયરેક્ટર રૂરલ ડેવલોપમેન્ટ પાટણથી બદલી કરીને અર્બન ડેવલપમેન્ટ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અમદાવાદ તરીકે બદલી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ દિલ્હી પોલીસે પૂછ્યું – Hey, Grok તમારું ચલણ ફાટ્યું છે કે નહીં? મળ્યો આવો જવાબ

Back to top button