કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતધર્મ

ગરવા ગિરનારની લીલી પરિક્રમાની તારીખ નક્કી, પૂણ્યનું ભાથું બાંધવા ભાવિકો તૈયાર

Text To Speech
  • આ વર્ષે 15 લાખ ભાવિકો ઉમટવાનો અંદાજ
  • ભવનાથમાં અધિકારીઓની ઉતારા મંડળ, સાધુ-સંતો સાથે બેઠક યોજાઈ
  • અન્નક્ષેત્રોમાં સંચાલકોને મંડપ-પાગરણ, અનાજ પર્યાપ્ત માત્રામાં લાવવા અનુરોધ કરાયો

જુનાગઢ ગરવા ગિરનારની દર વર્ષે લીલી પરીક્રમામાં લાખોની સંખ્યામાં ભાવીકો ઉમટી પાંચ દિવસ સુધીમાં પરિક્રમા પૂર્ણ કરી જીવનમાં પૂણ્યનું ભાથુ બાંધે છે. આગામી દિવાળી વેકેશનમાં નવા વર્ષમાં કારતક સુદ-11 ગુરૂવારથી ગિરનારની લીલી પરીક્રમા શરૂ થનાર છે. તેના ભાગરૂપે ભવનાથ ખાતે સાધુ સંતોની હાજરીમાં ઉતારા મંડળની બેઠક મળી હતી. જેમાં લીલી પરિક્રમાના આગોતરા આયોજનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પરિક્રમાની તૈયારી અંગે બેઠક યોજાઈ

જુનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દિવાળી બાદ નવા વર્ષમાં કારતક સુદ-11ને ગુરૂવારે તા.23-11-23ના રોજ શરૂ થઈ કારતક સુદ પૂનમ સોમવાર તા.27-11-23ના રોજ પૂર્ણ થશે. પરિક્રમાના રૂટ ઉપર ઠેર ઠેર સ્થળોએ વિવિધ સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર પીવાના પાણી, વિશ્રામ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે તો વહીવટી તંત્ર અને વન વિભાગ આરોગ્ય, રસ્તા, પાણી, પોલીસ બંદોબસ્ત સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પરિક્રમાના આયોજનના ભાગરૂપે ઉતારા મંડળ ભવનાથની મીટીંગ યોજાઈ હતી. જેમાં અધિકારીઓ મનપા અધિકારી, સાધુ સંતો, ઉતારા મંડળના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વહીવટી તંત્ર, વન વિભાગ, પોલીસ તંત્રને સહયોગ આપવા નિર્ણય લેવાયો હતો.

અન્ન ક્ષેત્રોના સંચાલકોને તમામ સગવડો આપવા સૂચના

આ લીલી પરિક્રમામાં આ વર્ષે સારા વરસાદના કારણે નદી નાળાઓ ભરપુર હોય સાથે ખેતીની મોસમ પૂર્ણ થતા અંદાજી 15 લાખથી વધુ ભાવિકો જોડાઈ તેવા અંદાજ મુકવામાં આવ્યો છે સાથે તમામ અન્ન ક્ષેત્રોના સંચાલકોને પુરતા પ્રમાણમાં મંડપ પાગરણ સહિત ચીજવસ્તુઓ પુરી પાડવા જણાવાયું હતું. આ બેઠકમાં લક્ષ્મણભાઈ ભડીયા, ભાવેશભાઈ વેકરીયા, નાગદાનભાઈ ડાંગર, કાનાભાઈ સીંઘલ, મગનભાઈ સાવલીયા, પ્રવિણભાઈ સોજીત્રા, ગોવિંદભાઈ વેગડ, લાલજીભાઈ અમરેલીયા, હરેશભાઈ ઘોડાસરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button