ટ્રેન્ડિંગધર્મ

ગરુડ પુરાણઃ મૃત્યુના એક કલાક પહેલાં વ્યક્તિને દેખાવા લાગે છે આ ચીજો

Text To Speech

ધર્મ ડેસ્ક, HD ન્યૂઝઃ ગરુડ પુરાણમાં મૃત્યુના એક કલાક પહેલાં વ્યક્તિને શું જોવા મળે છે તેનો ઉલ્લેખ છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં 18 પુરાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેમાંથી એક ગરુડ પુરાણ છે, જેમાં મૃત્યુ પહેલા અને મૃત્યુના સમયે થનારાં રહસ્યો અંગે જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ આત્માનું શું શાય છે અને કેવા પ્રકારના ફળ ભોગવવા પડે છે. ગરુડ પુરાણ એક માત્ર એવું પુરાણ છે જેમાં મૃત્યુને લઈ દરેક સવાલનો જવાબ મળે છે.

મૃત્યુ સમયે થાય છે પિતૃઓના દર્શન

ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુનાં થોડા સમય પહેલા વ્યક્તિને તેના પૂર્વજોના દર્શન થાય છે. પુરાણ મુજબ જ્યારે વ્યક્તિના અંતિમ શ્વાસ ચાલતા હોય ત્યારે તેને પિતૃ જોવા મળે છે. આધુનિક વિજ્ઞાનમાં પણ આ અંગે જણાવાયું છે. ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને એવો અહેસાસ થાય છે કે તેને કોઈ બોલાવી રહ્યું છે.

યાદ આવે છે પોતાના કર્મ

ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને મૃત્યુના થોડા સમયે પહેલા જીવનના કર્મ અને ઘટનાઓ યાદ આવે છે. ગરુડ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે કે જ્યારે વ્યક્તિના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય ત્યારે તે પોતાના કર્મોનો ખુદ ન્યાય કરે છે. તે જુએ છે કે જીવનકાળમાં પુણ્યનું પલડું ભારે હતું કે પાપનું. આના મૂલ્યાંકન કર્યા વગર વ્યક્તિના પ્રાણ નીકળતા નથી તેમ કહેવાય છે.

જોવા મળે છે રહસ્યમય દરવાજો

ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે વ્યકિતનું મૃત્યુ નજીક હોય ત્યારે તેને એક રહસ્યમય દરવાજો જોવા મળે છે. કેટલાક લોકોને આ દરવાજામાં સફેદ રોશનીના કિરણો જોવા મળે છે, તો કેટલાકને આ દ્વારમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળે છે. માન્યતા છે કે આ દરવાજામાંથી નીકળતી રોશની કે અગ્નિના કિરણો વ્યક્તિના પાછલા કર્મોનું પ્રતિનિધિત્વ કરે છે.

જોવા મળે છે યમદૂત

ગરુડ પુરાણ અનુસાર જીવનની અંતિમ ક્ષણોમાં વ્યક્તિને યમદૂત જોવા મળે છે, જે વ્યક્તિના આત્માને સાથે લઈ જાય છે. જો વ્યક્તિને તેની આસપાસ યમદૂત હોવાનો અહેસાસ થાય તો તેનું મૃત્યુ નજીકમાં છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. HDNews તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચોઃ પેશાબ દરમિયાન નજરે પડે છે હાઇ કોલેસ્ટ્રોલના આ 2 લક્ષણ, મોટાભાગના લોકો કરે છે નજરઅંદાજ

Back to top button