

અમદાવાદઃ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ યોજાશે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઈટન્સ આ વર્ષે પહેલી જ વાર IPLમાં રમ્યું છે અને ફાઈનલમાં પહોંચી ગયું છે. તો બીજી તરફ રાજસ્થાન રોયલ્સ 14 વર્ષ પછી ફાઈનલમાં આવી છે તો હવે જોવાનું એ રહ્યું છે રોયલ્સ જીતે કે પછી ટાઇટન્સ!
શું હશે સંભવિત ટાઇમલાઇન?
- આ સેરેમનીની શરૂઆત સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગરબાની રમઝટ જામશે.
- સાંજે 7.30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટોસ થશે
- IPL ફાઈનલ મેચનો મહાસંગ્રામ 8 વાગ્યે શરૂ થશે
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતી ગાયક કલાકાર પણ હાજરી આપશે જે પોતાના પ્રદર્શન દરમિયાન ગુજરાતી સોન્ગ સહિત ગરબાની રમઝટ બોલાવશે.
દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષને લઈ ખાસ શો
મીડિયા રિપોર્ટ્સના આધારે, આ કાર્યક્રમમાં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષને ધ્યાનમાં રાખી ખાસ ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન પણ હાથ ધરવામાં આવશે.