ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ગરબા રમતા હાર્ટ એટેકના કેસ વધ્યા, જાણો તબીબોની સલાહ

  • ગરબાની પ્રેક્ટીસ કરતા કરતા હાર્ટએટકથી મૃત્યુના કિસ્સા વધ્યા
  • નવરાત્રીમાં ઉત્સાહની સાથે સાથે સ્વાસ્થ્યને લઈને ચિંતામાં પણ વધારો
  • ગરબાના આયોજક દ્વારા તબીબોની બે ટીમ તૈનાત રાખવામાં આવશે

ગુજરાતમાં ગરબા રમતા હાર્ટ એટેકના કેસ વધ્યા છે. ત્યારે નવરાત્રિ નજીક આવતાં હાર્ટએટેકના હુમલા વધતા ગરબા આયોજકોની ઊંઘ ઊડી છે. તેથી ગાંધીનગરમાં પણ આયોજકો તબીબ તથા 108ની ટીમ તૈનાત રાખવા મજબૂર બન્યા છે. ગરબાના શોખીનોએ પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી હોવાની તબીબોની સલાહ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગુલાબી ઠંડી શરૂ, અંબાલાલ પટેલે હિમ વર્ષા વિશે કરી આગાહી 

ગાંધીનગરમાં પણ હ્યદયરોગનું પ્રમાણ સૌથી વધુ હોવાનું સામે આવ્યું

ગાંધીનગરમાં પણ હ્યદયરોગનું પ્રમાણ સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે નવરાત્રી નજીકમાં છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી હ્યદયરોગના વધતા જતાં કેસ એ ગરબાના આયોજકોની ચિંતા વધારી દીધી છે. આ વખતે ગરબાની પ્રેક્ટીસ કરતા, લગ્નમાં ડાન્સ કરતા-કરતા કે જીમમાં એક્સરસાઈઝ કરતા હાર્ટએટકથી મૃત્યુના કિસ્સા સામે આવ્યા છે. જેને લઈને તબીબોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ખેલૈયાઓ માટે કેટલીક ટીપ્સ આપી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આ વખતે નવ દિવસની પૂર્ણ નવરાત્રિ, જાણો કયા છે શુભ મુહૂર્ત

નવરાત્રીમાં ઉત્સાહની સાથે સાથે સ્વાસ્થ્યને લઈને ચિંતામાં પણ વધારો

આ વખતે નવરાત્રીમાં ઉત્સાહની સાથે સાથે સ્વાસ્થ્યને લઈને ચિંતામાં પણ વધારો થયો છે. હાર્ટએટેકના સતત વધતા બનાવોને લઈ નવરાત્રીના આયોજકો દ્વારા તબીબોની ઈમરજન્સી ટીમ, એમ્બ્યુલન્સ સહિત મેડિકલ સેવા ગરબા ગ્રાઉન્ડ નજીક ઉપસ્થિત રાખવાનો નિર્ણય કર્યો છે. ગરબા રમતી વખતે ક્યાંક થોડીઘણી પણ તકલીફ જણાય તો રમવાનું તુરત જ બંધ કરી મેડિકલ સેવા માટે આગ્રહ રાખવા જણાવાયું છે. ખાસ કરીને જે લોકોને બીપી, હ્યદયરોગ તથા ડાયાબીટીસની બિમારી છે, દવાઓ ચાલુ છે તેમને લાંબા સમય સુધી ગરબા નહી રમવા સૂચન કરાયું છે. શ્વાસોશ્વાસની તકલીફ સહેજપણ જણાય તે સાથે જ ગરબા રમવાનું બંધ કરી દેવા કહેવામાં આવ્યું છે. તબીબો દ્વારા એક ગાઈડલાઈન આપવામાં આવી છે.

ગરબાના આયોજક દ્વારા તબીબોની બે ટીમ તૈનાત રાખવામાં આવશે

આ વખતે નવરાત્રી પહેલા જેવી સામાન્ય નથી. પહેલા તો ખેલૈયાઓ પગમાં કળ વળી જાય, પરસેવે રેબઝેબ થઈ જાય એમ મોડે સુધી ગરબે ઝૂમતા હતા. પણ કોરોના પછીની સ્થીતીમાં મોટો બદલાવ આવ્યો છે. લોકોના સ્વાસ્થય પર માઠી અસર થતી જોવા મળે છે. વધુ પરિશ્રામ કરનારાઓને સીધું હ્યદય પર જ દબાણ વધતું હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ગાંધીનગરમાં પણ સેક્ટર-11માં ખાનગી ગરબાના આયોજક દ્વારા તબીબોની બે ટીમ તૈનાત રાખવામાં આવશે. એક આઈસીયુ ઓન વ્હીલ પણ ઉપસ્થિત રખાશે.

Back to top button