ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

ગુજરાતના ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો

  • યુનેસ્કો દ્વારા ‘ગુજરાતના ગરબા’ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરાયો, આ યાદીમાં જોડાવા માટે ભારતનું 15મું ICH તત્વ બન્યું છે.
  • ગુજરાત સરકારે આ સિમાચિહ્નની ઉજવણી કરવા માટે જિલ્લાઓમાં વિવિધ ક્યુરેટેડ ‘ગરબા’ કાર્યક્રમોનું આયોજન કર્યું.

કસાને, 06 ડિસેમ્બર: ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ICH) તત્વ તરીકે ‘ગુજરાતના ગરબા’ નું નામાંકન યુનેસ્કો ની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર-સરકારી સમિતિના અઢારમા સત્રમાં ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસકુતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બોત્સવાના પ્રજાસત્તાકના કસાનેમાં આજે એટલે કે 6 ડિસેમ્બર 2023ના રોજ સાંસ્કૃતિક વારસાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ગરબા આ યાદીમાં સામેલ થનાર ભારતનું 15મું ICH તત્વ બન્યું છે.

 

ગુજરાતના ગરબા એ આ સૂચિમાં જોડાનાર ભારતનું ૧૫મુ આઈ.સી.એચ. તત્વ બન્યુ છે. આ શિલાલેખ ગરબાની એકતાના બળ તરીકેની મુખ્ય ભૂમિકાને રેખાંકિત કરે છે જે સામાજિક અને લિંગ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે. નૃત્યના સ્વરૂપ તરીકે ગરબા ધાર્મિક વિધિઓ અને ભક્તિના મૂળમાં ઊંડે સુધી પથરાયેલા છે, જેમાં જીવનના દરેક ક્ષેત્રના લોકો સામેલ છે અને તે સમુદાયોને એક સાથે લાવવાની જીવંત જીવનશૈલીની પરંપરા તરીકે સમૃદ્ધ થઈ રહી છે.

2003ના કન્વેન્શનની મૂલ્યાંકન સંસ્થાએ આ વર્ષે તેના અહેવાલમાં ઉત્કૃષ્ટ સહાયક સામગ્રી સાથેના ડોઝિયર માટે અને વિવિધતામાં એકતાને ચેમ્પિયન બને અને વિવિધ સમુદાયો વચ્ચે સામાજિક સમાનતા કેળવે તેવા તત્ત્વને નોમિનેટ કરવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. યુનેસ્કોની આ સ્વીકૃતિ ગુજરાતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસાના તત્ત્વને અંકિત કરે છે, ગરબા તેની વૈશ્વિક દૃશ્યતા અને અધિકૃત સત્ત્વમાં નોંધપાત્ર વધારો કરશે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

કેટલાંક સભ્ય દેશોએ આ સિદ્ધિ બદલ ભારતને અભિનંદન આપ્યાં હતાં. આ નોંધપાત્ર પ્રસંગની ઉજવણી માટે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સના 8 ડાન્સર્સની ટુકડીએ સભા સ્થળે ગરબા ડાન્સ ફોર્મનું પ્રદર્શન કર્યું હતું. ભારતમાં, ગુજરાત સરકાર આ સીમાચિહ્નને ઉજવવા માટે ગુજરાતના જિલ્લાઓમાં અનેક ક્યુરેટેડ ‘ગરબા’ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.

યુનેસ્કો 2003 કન્વેન્શન હેઠળ લિસ્ટિંગ મિકેનિઝમનો ઉદ્દેશ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની દૃશ્યતા વધારવાનો, તેના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો અને સાંસ્કૃતિક વિવિધતાને માન આપતા સંવાદને પ્રોત્સાહન આપવાનો છે. ભારતને 4 વર્ષના કાર્યકાળ માટે વર્ષ 2022માં આઇસીએચ 2003 સંમેલનની 24 સભ્યોની આંતર-સરકારી સમિતિ (આઇજીસી)માં સામેલ થવા માટે ચૂંટવામાં આવ્યું હતું.

ભારતની સાથે આ વર્ષની ઇન્ટરગવર્નમેન્ટલ કમિટી (આઇજીસી)માં અંગોલા, બાંગ્લાદેશ, બોટ્સવાના, બ્રાઝિલ, બુર્કિના ફાસો, કોટ ડી’આઇવોઇર, ચેકિયા, ઇથોપિયા, જર્મની, મલેશિયા, મૌરિટાનિયા, મોરોક્કો, પનામા, પેરાગ્વે, પેરુ, રિપબ્લિક ઓફ કોરિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, સ્લોવેકિયા, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતના ગરબા યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર થાય તેવી શક્યતા

Back to top button