ગુજરાતટોપ ન્યૂઝનવરાત્રિ-2022

વિશ્વ વિખ્યાત ‘યુનાઇટેડ વે’ ના ગરબામાં સતત બીજા દિવસે ખૈલેયાઓનો હોબાળો

Text To Speech

વડોદરાના વિશ્વ વિખ્યાત ગરબામાં જોરદાર હોબાળો થયો છે. છેલ્લા બે દિવસથી ગરબારસિકો હોબાળો મચાવી રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગરબાપ્રેમીઓએ પગમાં કાંકરા અને કાંટા વાગતા હોવાની ફરિયાદ કરી હતી. તો ફૂડ કોર્ટ તથા પાણીના સ્ટેન્ડ પર પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ખૈલાયાઓ રોષે ભરાયા હતા. અવાર નવાર ફરિયાદ કરવા છતાં પાર્ટીપ્લોટના આયોજકે ધ્યાન ના આપતા હોબાળો મચાવ્યો હતો અને રીફંડ આપવાની વાત કરી ગરબા બંધ કરાવી દીધા હતા.

પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ કર્યો હતો વિરોધ

પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબા વિશ્વ વિખ્યાત છે. અહીં એક પાસની કિંમત 5000 હોવા છતા ખૈલેયા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખૈલેયાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

Back to top button