ટ્રેન્ડિંગધર્મનેશનલમીડિયા

30 લાખ રૂપિયામાં નિલામ થયો ભગવાન ગણેશનો લાડુ, બીજેપી નેતાએ બોલી લગાવી

Text To Speech

તેલંગાણા – 17 સપ્ટેમ્બર : તેલંગાણાના બાલાપુર ગણેશ મંદિરના લાડુની હરાજીમાં મંગળવારે 30.1 લાખ રૂપિયાની રેકોર્ડ બોલી લગાવવામાં આવી હતી. ગણેશ ઉત્સવનું મુખ્ય આકર્ષણ, આ હરાજી દર વર્ષે બાલાપુર ગણેશ મૂર્તિને વિસર્જન માટે હુસૈનસાગર તળાવ સુધી ભવ્ય શોભાયાત્રામાં લઈ જવામાં આવે તે પહેલાં થાય છે. આ વર્ષે બોલી લગાવનાર ભાજપના નેતા કોલાનુ શંકર રેડ્ડી હતા.

શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા વિવિધ ગણેશ મંદિરોમાં પણ આવી જ હરાજી હાથ ધરવામાં આવી હતી. બાલાપુર લાડુની હરાજીમાં ઘણા અગ્રણી રાજકારણીઓ અને વેપારી હસ્તીઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં બાલાપુર લાડુની હરાજી 27 લાખ રૂપિયામાં થઈ હતી. દરમિયાન, રંગારેડ્ડી જિલ્લામાં બંદલાગુડા મ્યુનિસિપલ સીમા હેઠળ કીર્તિ રિચમંડ વિલા ખાતે યોજાયેલી અન્ય એક લાડુની હરાજી માટે રૂ. 1.87 કરોડની બોલી લાગી હતી, જે ગયા વર્ષની રૂ. 1.26 કરોડની કિંમત કરતાં રૂ. 67 લાખ વધુ હતી.

લાડુની હરાજીની આ પરંપરા 1994માં શરૂ થઈ હતી. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ લાડુ તેમના માટે લકી છે. તે ધન, સમૃદ્ધિ અને સારા નસીબની સાથે સારું સ્વાસ્થ્ય આપે છે. દર વર્ષે મૂર્તિના વિસર્જન પહેલા આ લાડુની હરાજી કરવામાં આવે છે. આમાંથી જે પણ પૈસા મળે છે તે વિકાસના કામોમાં વપરાય છે.

બાલાપુર હૈદરાબાદના દક્ષિણ કિનારે આવેલું છે. તેવી જ રીતે હૈદરાબાદના ખૈરતાબાદની ગણેશ પૂજા પણ પ્રખ્યાત છે. અહીં હજારો ભક્તો દર્શન કરવા આવે છે. એવું કહેવાય છે કે દેશની સૌથી ઊંચી પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે છે.

આ પણ વાંચો : બટાલીયન બ્લેક બુલેટ બાઇક સ્ટાઇલિશ લુક અને શાનદાર ફીચર્સ સાથે થઈ લોન્ચ, જાણો કિંમત

Back to top button