ગેનીબેન ગુસ્સે ભરાયા; SP, DYSP અને LCBને વળતરની નોટિસ પાઠવીને કહ્યું- માફી માંગો નહીંતર…
પાલનપુર: વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને પોતાની છબી બગાડવાના મુદ્દા પર પગલા ભર્યા છે. ગેનીબેને તેમના ભાઈના દારૂ પકરણમાં બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા, દિયોદરના ડિવાયએસપી ડી.ટી ગોહિલ, કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરી અને ભાભર શહેરના ભાજપા પ્રમુખ અમરત માળી સામે પગલા ભર્યા છે. ગેનીબેનના ભાઈ દારૂ સાથે પકડાતા ફરિયાદમાં તેમના ભાઈ તેવો ઉલ્લેખ ન હોવા છતાં ગેનીબેનને બદનામ કરી તેમની છબી ખરડવાને લઈને નોટિસ મોકલવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા ગેની બેનના ભાઈ દારૂ પીધેલી હાલતમાં બે બોટલ સાથે પકડાયા હોવાના સમાચાર પ્રકાશિત થયા હતા. તે દરમિયાન પણ ગેની બેને પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. તેમને પોતાના નિવેદનમાં પોલીસ પર તેમના પરિવારને દબાવવાની કોશિશ કરવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા. ગેનીબેને આગળ પણ તેમના સાથે પોલીસ દ્વારા ખરાબ વ્યવહાર કરવાનો દાવો કરાયો હતો, જ્યારે દારૂ સામેની તેમની લડત અંગે જણાવતા તેમને કહ્યું હતું કે, અમે દારૂબંધી માટે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું.
ગેનીબેને પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે, મેં વિધાનસભામાં બૂટલેગરોના નામ આપ્યા હતા. તે પછી અમારા કેટલાક સાથીદારો પર ખોટી રીતે એક્શન લેવામાં આવી હતી.
પાંચ કરોડ રૂપિયાની ફટકારવામાં આવશે નોટિસ
આ વખતે ગેનીબેને વકીલ મારફતે નોટિસ પાઠવી રાજકીય કારકિર્દીને નુકશાન પહોંચાડવા હોવાની બાબત રજૂ કરીને 30 દિવસમાં માફી માગવા ઉપરાંત 30 હજાર વળતરપેટે ચૂકવી દેવા જણાવ્યું છે. જો ત્રીસ હજાર રૂપિયાનું વળતર અને માફી માંગવામાં આવશે નહીં તો આગામી સમયમાં પાંચ કરોડ રૂપિયાનો દાવો દાખલ કરવાનો ઉલ્લેખ પણ નોટિસમાં કરવામાં આવ્યો છે.
12 જૂલાઇએ પોલીસ દ્વારા કરાયેલા દારૂના કેસોની કાર્યવાહી દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશ ઠાકોર પણ દારૂ પીધેલી હાલતમાં બે બોટલ સાથે ઝડપાયા હતા. આ ઘટના બાદ ગેનીબેનના એડવોકેટ મહેશ મુલાણીએ સોમવારે 13 મુદ્દાઓને સાંકળીને 10 પાનાંની નોટિસ પાઠવી છે.
View this post on Instagram
ગેનીબેને બૂટલેગરોના નામ સાથે લખ્યો હતો પત્ર
ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં ચાલતા દારૂના વેપલા પર રોક લગાવવા માટે ક્લેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. 8 જૂલાઈએ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લા ક્લેક્ટર વરુણકુમાર બરનવાલને લેખિત રજૂઆત કરીને થરાદ અને વાવ તાલુકાના દારૂના બૂટલેગરોના નામ આપીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. જોકે, ગેનીબેન દ્વારા જે પત્ર આપવામાં આવ્યો હતો, તે લીક થઈ ગયો હતો. તેથી આ વખતે ગેનીબેને તે બાબતે પણ તપાસ કરવાની માંગ કરી છે.