ગેનીબેન ઠાકોરનું ફરી ચર્ચાસ્પદ નિવેદન, લગ્નમાં DJ ને લઈને કહી આ વાત
વાવના કોંગ્રેસ મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. થોડા સમય પહેલા ગેનીબેને એક સમાજ સુધારણાના કાર્યક્રમમાં દિકરીઓને મોબાઈલ ફોન ન આપવાની વાત કરી હતી. ત્યારે આજે ગેની બેને ઠાકોરે ફરી ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે.
ગેનીબેને ફરી ચર્ચાસ્પદ નિવેદન આપ્યું
ગેની બેન ઠાકોર ફરી એક વાર તેમના નિવેદનને ચર્ચામાં આવ્યા છે. ભાભરના ઈન્દ્રરવા ગામમાં એક સામાજિક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરી છે.ગેનીબેન ઠાકોરે લગ્નમાં DJ ને લઈ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતુ કે સમાજના દીકરા દીકરીઓને ડીજે વગર લગ્ન નથી કરવા હોતા. DJ ના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે.જેથી DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારા દિકરા દિકરીઓને માતા-પિતાએ સમજાવવા જોઈએ. અને સમાજ સુધારણા માટે હવે સમાજે લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઇએ તેવી રજૂઆત કરી હતી.
ડી. જે. પર પ્રતિબંધ મૂકવાની કરી અપીલ
આજે બનાસકાંઠના ભાભરના ઈન્દરવા ગામે લુહાર સમાજના સમૂહ લગ્નમાં ગેનીબેન ઠાકોર ઉપસ્થિતિ રહ્યા હતા. આ દરમિયાન જાહેર મંચ પરથી નિવેદન આપતા ગેનીબેને લગ્ન પ્રસંગમાં ડી. જે. પર સૂંપર્ણ પ્રતિબંધ મૂકવાની અપીલ સાથે સમાજના વડીલોને ટકોર કરતા લગ્ન પ્રસંગમાં ડી. જે. ની જીદ કરનારા દીકરા-દીકરીઓને સમજાવી સમાધાન કરવા જણાવ્યુ હતું.
આ પણ વાંચો : PM મોદીએ ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના સત્રમાં આપી હાજરી, શિક્ષણ વ્યવસ્થાને લઈને કહી આ મહત્વની વાત