ગાંગુલીની જગ્યાએ આ ભૂતપૂર્વ ખેલાડી બની શકે છે BCCI પ્રમુખ, જય શાહ સેક્રેટરી તરીકે યથાવત રહેશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના તમામ પદો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. BCCI પ્રમુખ પદ માટે 18 ઓક્ટોબરે મુંબઈમાં ચૂંટણી યોજાવાની છે.ત્યારે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર રોજર બિન્ની જે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો મહત્વનો હિસ્સો હતો, તે સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈના પ્રમુખ બની શકે છે. બીજી તરફ ભાજપના ધારાસભ્ય આશિષ શેલારી ખજાનચી અરુણ ધૂમલનું સ્થાન લઈ શકે છે. ANIના અહેવાલ મુજબ સચિવ જય શાહ તેમના પદ પર ચાલુ રહેશે. ન્યૂઝ એજન્સી ANIએ આ સમાચારની જાણકારી આપતા ટ્વિટ શેર કર્યું છે. આ ટ્વીટમાં કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. ANIએ તેના ટ્વીટમાં લખ્યું, ‘ભારતના પૂર્વ ક્રિકેટર રોજર બિન્ની સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈના અધ્યક્ષ બની શકે છે. જય શાહ સેક્રેટરી તરીકે ચાલુ રહેશે, જ્યારે મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર અરુણ ધૂમલના સ્થાને કોષાધ્યક્ષ બની શકે છે.
Former India cricketer Roger Binny (pic 1) is likely to become BCCI president replacing Sourav Ganguly. Jay Shah (pic 2) to continue as the Secretary while Maharashtra BJP MLA Ashish Shelar (pic 3) likely to be the Treasurer replacing Arun Dhumal: Sources
(File photos) pic.twitter.com/AKAVjgSczs
— ANI (@ANI) October 11, 2022
તમને જણાવી દઈએ કે બીસીસીઆઈમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરરની ભૂમિકા માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી લડવા માટે આ પદો માટે 11 અને 12 ઓક્ટોબર સુધીમાં નામાંકન ભરવાના રહેશે. ઉમેદવારોએ 11 અને 12 ઓક્ટોબરના રોજ તેમના નામાંકન ભરવાના રહેશે. આ પછી 13 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. 14 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. જો બેથી વધુ ઉમેદવારો હશે તો 18 ઓક્ટોબરે મતદાન થશે.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા રોજર બિન્ની BCCIના પ્રમુખ તરીકે ગાંગુલીનું સ્થાન લે તેવી અપેક્ષા છે. ભારતની ક્રિકેટ ગવર્નિંગ બોડીની ચૂંટણી પહેલા બીસીસીઆઈની ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું છે.