ચૂંટણી 2022નેશનલ

સિંગર સિદ્ધુ હત્યાકાંડઃ કેમ ગેંગસ્ટર બિશ્નોઈએ સુરક્ષા વધારવાની કરી માગ?

Text To Speech

દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલે NIA કોર્ટમાં અરજી દાખલ કરીને લોરેન્સ બિશ્નોઈની સુરક્ષા વધારવાની માગ કરી છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય ગેંગ લોરેન્સ બિશ્નોઈની હત્યા કરવાનો પ્રયાસ કરી શકે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પંજાબ પોલીસ દ્વારા લોરેન્સ બિશ્નોઈના નકલી એન્કાઉન્ટરની પણ શક્યતા છે.

અરજીમાં બિશ્નોઈ વતી કહેવામાં આવ્યું છે કે હાલમાં તેની કસ્ટડી પંજાબ કે અન્ય કોઈ રાજ્યની પોલીસને ન સોંપવામાં આવે. તેની કસ્ટડી અન્ય રાજ્યની પોલીસને આપવાની જરૂર નથી. પોલીસ તેની જેલમાં પણ પૂછપરછ કરી શકે છે. જો તેને અન્ય રાજ્યની કોર્ટમાં રજૂ કરવો હોય તો તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરી શકાય છે.

કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો
જો કે, વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહે હાલ માટે લોરેન્સ બિશ્નોઈની અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે હજુ સુધી અન્ય કોઈ રાજ્યનું પ્રોડક્શન વોરંટ જારી કરવામાં આવ્યું નથી. માત્ર એન્કાઉન્ટરની આશંકાથી કોર્ટ આવો કોઈ આદેશ અગાઉથી આપી શકે નહીં. મહત્વનું છે કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે.

સિદ્ધુ મૂસેવાલાની રવિવારે હત્યા કરાઈ
રવિવારે પંજાબના માનસા જિલ્લામાં પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પંજાબ સરકારે સિંગરની સુરક્ષા પરત ખેંચી લીધાના એક દિવસ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ પંજાબ સરકારે આ મામલાની તપાસની જવાબદારી માટે SITની રચના કરી છે. પંજાબ પોલીસ આ કેસ સાથે સંબંધિત દરેક એંગલથી તપાસ કરી રહી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે.

હુમલાખોરોએ સિદ્ધુ મૂસેવાલાની ગાડી પર ગોળીબાર કર્યો હતો. ઓછામાં ઓછી 20થી વધુ ગોળીઓ તેની કારને વાગી છે. આ ફાયરિંગમાં સિદ્ધુ મૂસેવાલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હુમલામાં તેની સાથે કારમાં બેસેલા તેના એક સાથીનું પણ મોત નિપજ્યું હતું. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી
તમને જણાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલાએ આ વર્ષે કોંગ્રેસની ટિકિટ પર માનસાથી વિધાનસભા ચૂંટણી લડી હતી. તેમણે આમ આદમી પાર્ટીના ડૉ. વિજય સિંગલાએ હરાવ્યા હતા. સિંગર સિદ્ધુ ઘણા વિવાદો સાથે જોડાયેલા હતા.

Back to top button