અમૃતસરમાં પોલીસ સાથેની અથડામણમાં ગેંગસ્ટર અમૃતપાલ સિંહ ઠાર
અમૃતસર (પંજાબ), 20 ડિસેમ્બર: અમૃતસરમાં ગેંગસ્ટર અમૃતપાલ સિંહ અને પંજાબ પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં અમૃતપાલ સિંહ ઠાર કરાયો છે. આ અંગે પોલીસ જણાવતા કહ્યું કે, માર્યો ગયેલો ગેંગ્સ્ટર જાટનો સાગરિત હતો.જેના પર ચાર લોકોની હત્યાનો આરોપ હતો હકીકતમાં ધરપકડ કરાયેલા 22 વર્ષીય ગેંગસ્ટર અમૃતપાલ સિંહને બે કિલોગ્રામ હેરોઈન રિક્વર કરવા માટે જંડિયાલા ગુરુ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ હાથકડી પહેરીને તેણે ત્યાં છુપાયેલી પિસ્તોલથી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું અને ભાગવાનો પ્રયાસ કર્યો. આના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું.
#WATCH | Amritsar, Punjab: Heavy police force deployed after an encounter broke out between Police and gangster Amritpal Singh (22). He was killed while trying to flee. Two police officials were also injured. pic.twitter.com/lC91p2jZJS
— ANI (@ANI) December 20, 2023
પોલીસ પર બંદૂક વડે ગોળીબાર કર્યો
જવાબી કાર્યવાહીમાં પોલીસી ટીમે પણ ફાયરિંગ કર્યું હતું જેથી આરોપી મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં એક અધિકારી ઘાયલ હોવાનું કહેવાય છે. અમૃતસર ગ્રામીણ વરિષ્ઠ પોલીસ અધિક્ષક સતીન્દર સિંહે કહ્યું કે પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તેણે 2 કિલો હેરોઈન છુપાવ્યું હતું. અમે તેને ડ્રગ્સ રિકવર કરવા માટે અહીં લાવ્યા હતા. તેણે ડ્રગ્સની સાથે એક પિસ્તોલ છુપાવી હતી, જેમાંથી તેણે ફાયરિંગ કર્યું.
#WATCH |Amritsar (Punjab): Heavy police force deployed after an encounter broke out between Police and miscreants.
SP Satinder Singh says, “This person (Amritpal) was arrested yesterday and was wanted in four cases. When he tried to flee, he fired upon our team and one police… pic.twitter.com/sNBPg5PlUU
— ANI (@ANI) December 20, 2023
પોલીસે ચાઈનીઝ પિસ્તોલ કબજે કરી હતી
પોલીસે જણાવ્યું કે ગેંગસ્ટર દ્વારા ફાયરિંગમાં વપરાયેલ 9 MMની પિસ્તોલ અને 30 કારતૂસ મળી આવ્યા છે. SSP સતીન્દર સિંહે કહ્યું કે હાલમાં તે કઈ ગેંગ સાથે સંકળાયેલો હતો તેની તપાસ કરાઈ રહી છે. અમરી તાજેતરમાં જંડિયાલા ગુરુના બાબા, સાજન પ્રધાન, જેઈ અને અન્ય એકની હત્યામાં સામેલ હતો.તેમણે કહ્યું કે આ મામલે મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ થશે. તેમજ ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ અંગે ગેંગસ્ટરના પરિવારને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બિહારઃ પૂજારીની હત્યા પ્રેમિકાએ જ કરી હોવાનો ખુલાસો, જાણો કારણ