ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિશ્વનું સૌથી લાંબુ ક્રૂઝ ગંગા નદીમાં ફસાયું, જાણો-શું છે કારણ

Text To Speech

દેશનું પ્રથમ હાઇ લક્ઝરી ‘ગંગા વિલાસ ક્રૂઝ’ પ્રથમ યાત્રાના ત્રીજા દિવસે જ નદીમાં ફસાઈ ગયુ હતું. વારાણસીથી ચાલેલુ ગંગા વિલાસ ક્રૂઝ બિહારના છપરામાં પાણી ઓછુ હોવાને કારણે ફસાયું હતું.

કાર્યક્રમના હિસાબથી પ્રવાસીઓએ છપરાથી 11 કિલોમીટર દૂર ડોરીગંજ બજાર પાસે ચિરાંદના પુરાતત્વિક સ્થળોનો પ્રવાસ કરવાનો છે, તેની માટે નક્કી રૂટથી ક્રૂઝ છપરા પહોચ્યુ હતું, પરંતુ ત્યા ગંગા નદીમાં પાણી ઓછુ હોવાને કારણે મુશ્કેલી વધી હતી. એ પછી ક્રૂઝ પોતાની યાત્રાના પ્રથમ દિવસે જ નદીમાં ફસાઈ જતા SDRFની ટીમ તાત્કાલિક ક્રૂઝ સુધી પહોંચી હતી અને ક્રૂઝમાં સવાર મુસાફરોને કિનારે લાવવામાં આવ્યા હતા.

PM મોદીએ 13 જાન્યુઆરીએ લીલી ઝંડી બતાવી

મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 જાન્યુઆરીએ ક્રૂઝને લીલી ઝંડી બતાવી હતી. ગંગા વિલાસ ક્રૂઝ પાણીની ધારની ઉંધી દિશામાં 12 કિલોમીટર પ્રતિ કલાક અને ધાર સાથે સાથે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી શકે છે. જેમાં સવાર પ્રવાસી અને ચાલક દળના લોકો માટે પીવાનું પાણી પણ નદીમાંથી લેવામાં આવે છે.

નદીના પાણીને ક્રૂઝમાં લાગેલી આરઓ સિસ્ટમથી સાફ કરવામાં આવે છે. જેમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન પણ લાગેલો છે. ગંગા વિલાસ દુનિયાનું સૌથી લાંબુ ક્રૂઝ છે, તેની લંબાઇ 62.5 મીટર, પહોળાઇ 12.8 મીટર અન ઉંડાઇ 1.35 મીટર છે. આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 27 નદી પ્રણાલીમાંથી પસાર થઇને કુલ 3,200 કિમીનું અંતર કાપીને વારાણસીથી ડિબ્રૂગઢ સુધી ચાલશે.

Back to top button