અમદાવાદમાં કાર ભાડે લઇને વેચી દેતી ટોળકી ઝડપાઇ
- વ્હીકલના ચેસિસ નંબર તેમજ અન્ય પાર્ટ ફેરફાર કરીને વેચી દેતા
- પોલીસે ચાર વ્હીકલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી
- બે વોન્ટેડ આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા
અમદાવાદમાં કાર ભાડે લઇને વેચી દેતી ટોળકી ઝડપાઇ છે. કાર ભાડે લઇને અન્ય લોકોને વેચી દેતી ટોળકી સરખેજમાંથી ઝડપાઇ છે. ટોળકીએ અગાઉ ખોખરા અને દાણીલીમડામાં ઠગાઇ કરી હતી. તેમાં બે વોન્ટેડ આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: આતંકીઓની ચોંકાવનારી કબુલાત, હુમલા માટે સોફ્ટ ટાર્ગેટ ગુજરાત
વ્હીકલના ચેસિસ નંબર તેમજ અન્ય પાર્ટ ફેરફાર કરીને વેચી દેતા
વ્હીકલના ચેસિસ નંબર તેમજ અન્ય પાર્ટ ફેરફાર કરીને વેચી દેતા હતા. શહેરમાંથી કાર અને લોડીંગ વાહનો સેલ્ફ ડ્રાઇવ ચલાવતી એજન્સીઓને ઠગ ટોળકી બનાવટી ડોક્યુમેન્ટ આપીને ભાડે વ્હીકલ લઇ લીધા બાદ બારોબાર વ્હીકલ વેચી દઇને ઠગાઇ આચરતી ટોળકીના ચાર શખ્સોને ઝોન 7 ડિસીપીની સ્કોવડે ઝડપી પાડયા છે. અન્ય બે આરોપીઓ વોન્ટેડ હોવાથી પોલીસે તેમની ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે. ખોખરા અને દાણીલીમડા વિસ્તારમાં થોડાસમય પહેલા બનાવટી દસ્તાવેજો આપીને વાહન ભાડે લઇને પરત ન આપીને બારોબાર વેચી દઇને વાહન માલિકો સાથે ઠગાઇ આચરતા હોવાના કિસ્સાઓ બન્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સ વેચવાની પેડલરો નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસ પરેશાન
પોલીસે ચાર વ્હીકલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી
આરોપીઓએ સરખેજમાંથી ચોરી કરેલ એક છોટા હાથી વ્હીકલ લઇને નિકળ્યાની બાતમીના આધારે ઝોન 7 ડિસીપીની સ્કોવડે તાત્કાલિક આરોપી અફ્નાન શેખ, મંહમદહનીફ્ મેમણ, મોહંમદ શરીફ્ મેમણ અને બાબુ રંગરેજને પકડીને ચાર વ્હીકલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. ચારેય આરોપીની પૂછપરછમાં સામે આવ્યુ કે, સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપે તે એજન્સીને આ ઠગ ટોળકી બનાવટી ડોક્યુમેન્ટ આપીને કાર ભાડે લઇ આવ્યા બાદ વ્હીકલના ચેસિસ નંબર તેમજ અન્ય પાર્ટ ફેરફાર કરીને કરાર આધારે વેચી દેતા હતા. આ ચાર આરોપી ઉપરાંત અન્ય બે આરોપીના નામ તપાસમાં સામે આવતા પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.