- સબારમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે વિસર્જન માટે કુંડ બનાવાશે
- AMC દ્વારા કુંડ દીઠ રૂ. 17 લાખનો ખર્ચ થશે
- ગણેશોત્સવ પ્રોત્સાહન સ્પર્ધા અને લોકમાન્ય તિલક ટ્રોફીનું આયોજન
અમદાવાદમાં AMC દ્વારા ગણેશોત્સવની તૈયારી કરવામાં આવી છે. જેમાં રૂપિયા 6 કરોડના ખર્ચે 46 ગણેશ વિસર્જન કુંડ બનાવાશે. જેમાં 263 સ્ટાફ તૈનાત રાખવામાં આવશે. તથા કાયમી કુંડ બનાવવા માટેની AMCની યોજના અધ્ધરતાલ થઇ છે. તેમજ ગણેશોત્સવ પ્રોત્સાહન સ્પર્ધા અને લોકમાન્ય તિલક ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સુરતના જ્વેલર્સને ત્યાં ITના દરોડા, રૂ. 200 કરોડના વ્યવહાર મળ્યા
સબારમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે વિસર્જન માટે કુંડ બનાવાશે
AMC દ્વારા ચાલુ વર્ષે વિસર્જન કુંડ બનાવવા રૂ. 6 કરોડનું આંધણ કરાશે. ત્યારે AMC દ્વારા ગણેશોત્સવ પછી ગણેશની મૂર્તિઓના વિસર્જન માટે રૂ. 6 કરોડના ખર્ચે 46 વિસર્જન કુંડ બનાવવામાં આવશે. ગણેશ વિસર્જનના દિવસે ઘણાં લોકો સાબરમતી નદીના કિનારે અથવા રોડ સાઈડ પર કે અન્ય સ્થળે ગણેશની મૂર્તિઓ મૂકી દેતા હોવાથી લોકોની આસ્થા ન દુભાય અને ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે તે બાબતને ધ્યાનમાં લઈને મ્યુનિ. દ્વારા સબારમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે તેમજ અન્ય તળાવોમાં ગણેશની મૂર્તિના વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યા છે.
AMC દ્વારા કુંડ દીઠ રૂ. 17 લાખનો ખર્ચ થશે
AMC દ્વારા કુંડ દીઠ રૂ. 17 લાખનો ખર્ચ થશે. ફક્ત 3 ઝોનમાં વિસર્જન કુંડ બનાવવા માટે રૂ. 3 કરોડથી વધુનો ખર્ચ કરવા સહિત કુલ રૂ. 6 કરોડના ખર્ચ કરાશે. ગત વર્ષે સ્ટેન્ડિંગ કમિટીમાં ગણેશ વિસર્જન માટે કાયમી કુંડ બનાવીને તેના પર પ્લાસ્ટિક ઢાંકી દઈને પછીના વર્ષે તેને ખોલી દઈને ફરીથી ઉપયોગમાં લેવા માટે નક્કી કરાયું હતું. પરંતુ અગમ્ય કારણોસર આ યોજના અદ્ધરતાલ રહી છે અને AMC દ્વારા ચાલુ વર્ષે વિસર્જન કુંડ બનાવવા રૂ. 6 કરોડનું આંધણ કરાશે. સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું કે, ઈકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ, સ્વચ્છતા, પાર્કિંગ વગેરેને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવ પ્રોત્સાહન સ્પર્ધા અને લોકમાન્ય તિલક ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે.