જૂનાગઢમાં ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો, ગુજસીટોક હેઠળ ધરપકડની માગણી
- બે લાખ બાઇક લઈ ગાંધીનગર જવાની જાહેરાત કરાઇ
- જૂનાગઢમાં અનુ.જાતિ સમાજનું સંમેલન મળ્યુ હતુ
- તા.11 જુલાઈએ ગીર ગઢડામાં પણ સંમેલનનું આયોજન
જૂનાગઢમાં ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ગુજસીટોક હેઠળ ધરપકડની માગણી કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢમાં અનુ.જાતિ સમાજનું સંમેલન મળ્યુ હતુ. જેમાં મોટી મોણપરીમાં સંમેલન યોજાયુ હતુ. ત્યારે 15મી ઓગસ્ટે ગાંધીનગર જવાની જાહેરાત સંમેલનમાં કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી, ગવર્નર અને કમલમમાં આવેદનપત્ર અપાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં હૃદય સંબંધિત બીમારીના આંકડા જાણી રહેશો દંગ
બે લાખ બાઇક લઈ ગાંધીનગર જવાની જાહેરાત કરાઇ
સંમેલનમાં જયરાજસિંહ જાડેજાની ધરપકડની માગણી સાથે ગીતા બા જાડેજાના રાજીનામાની માગણી તેમજ ગણેશ જાડેજા સામે ગુજસીટોક હેઠળ ધરપકડની માગણી કરાઇ છે. નહિ તો બે લાખ બાઇક લઈ ગાંધીનગર જવાની જાહેરાત સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી, નિવસ્ત્ર્ર કરીને મોબાઇલમાં વીડીયો ઉતારી મારી નાખવાની કોશિષ કરવાનો મામલો સમગ્ર રાજ્યમાં ચકચારી બન્યો છે, ત્યારે આ ઘટનામાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ છેલ્લા 40 દિવસથી પ્રયાસો કરી રહ્યો છે.
તા.11 જુલાઈએ ગીર ગઢડામાં પણ દલિત સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે
જૂનાગઢ અનુસુચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ આ તકે કહ્યું હતું કે, તેમની લડાઈ તેમના દીકરા પુરતી નથી, પરંતુ દલિત સમાજ દરેક દીકરા માટેની છે. સંજય સોલંકીના કેસમાં ગણેશ ટોળકી સામે ગુજસીટોક દાખલ કરવામાં આવે, કેસમાં 120 બી ની કલમ દાખલ કરીને જયરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવે, ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું લેવામાં આવે, તેમજ આ કેસમાં સરકાર સ્પેશિયલ પીપીની નિમણુક કરીને કેસને ફસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ છે. જો તેમની માંગણી નહી સંતોષાય તો તા.10 ના રોજ તેમનો સોલંકી પરિવારના 150 સભ્યો જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ઇસ્લામ ધર્મ અંગીકાર કરીશું. તા.13 ઓગસ્ટને સવારે જૂનાગઢથી વિશાળ દલિત સમાજની રેલી નીકળશે, જે બપોરે રાજકોટ પહોંચશે, લીંબડીમાં રાતવાસો કરીને બીજા દિવસે ધોળકા અને ત્યાંથી અમદાવાદ રાતવાસો કરીને તા.15 ઓગસ્ટના રોજ સવારે ગાંધીનગર મુકામે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે. આ પૂર્વે તા.11 જુલાઈએ ગીર ગઢડામાં પણ દલિત સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.