આજે ગણેશ ચતુર્થી: દર્શન કરો ભારતના મુખ્ય મંદિરોના
આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે અમે તમને ભારતના મુખ્ય ગણેશ મંદિરના દર્શન કરાવીશું. આ મંદિરો વિશે માનવામાં આવે છે કે અહીં દર્શન કરવા માત્રથી મનની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે.
1.સિદ્ધિ વિનાયક
ભગવાન ગણેશના સૌથી પ્રખ્યાત મંદિરોમાંથી એક છે સિદ્ધિ વિનાયક મંદિર.આ મંદિર મુંબઈમાં આવેલું છે. અહીં લાખો શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે અને દર્શન કરી પુણ્યનું ભાથું બાંધે છે.
2.દગડુ શેઠ હલવાઈ ગણપતિ
મહારાષ્ટ્રના પુણેમાં આવેલું શ્રીમંત દગડુ શેઠ હલવાઈ મંદિર બીજા ક્રમે આવતું પ્રખ્યાત મંદિર છે. અહીં પણ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે.
3.વિનાયક મંદિર
આંદ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં વિનાયક મંદિર આવેલું છે.અહી પણ દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શને ઉમટી પડે છે.
4.મનકુલા વિનાયક મંદિર
ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાનુ એક એવું આ મંદિર 1666 વર્ષ પહેલા બનાવાયુ હતું. ત્યારે પોંડિચેરી ફ્રાંસને હસ્તક હતું. આ મંદિર અંગે એવી માન્યતા છે કે અહીં ભગવાન ગણેશની પ્રતિમાને ઘણીવાર સમુદ્રમાં ફેંકવામાં આવી હતી, પરંતુ તેજ સ્થાન પર આ મુર્તિ રોજ ફરીવાર પ્રગટ થતી હતી.
5.મધુર મહાગણપતિ મંદિર
આ મંદિર કેરળમાં મધુવાહિની નદી કિનારે આવેલું છે. આ મંદિરને 10મી સદીમાં બનાવાયું હતું. માન્યતા મુજબ ગણેશજીની મૂર્તિ ના તો માટીમાંથી બની છે કે ના કોઈ પથ્થરમાંથી.
6.ત્રિનેત્ર ગણેશ
રણથંભૌર ગણેશ મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના મુખ્યાલયથી 13 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર 1 હજાર વર્ષ જૂનું છે. તે રણથંભૌરના કિલ્લામાં સૌથી ઊંચાઈ પર બનેલું છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને ગણેશજી ત્રિનેત્ર સ્વરૂપે દર્શન આપે છે.
7.મોતી ડૂંગરી ગણેશ
રાજસ્થાનના જયપુરમાં અનેક ગણેશ મંદિર છે. પરંતુ તેમાં સૌથી પ્રાચીન ગણેશ મંદિરોમાંથી એક છે મોતી ડૂંગરી મંદિર. આ મંદિરનું નિર્માણ સેઠ જય રામ પાલીવાલએ 18મી સદીમાં કર્યું હતું.
8.ગણેશ ટોક
ગણેશ ટોક મંદિર ગંગટોકના પ્રસિદ્ધ ફરવા લાયક સ્થળમાંથી એક છે. આ મંદિરની સુંદરતા પ્રવાસીઓને આકર્ષે તેવી છે અને આ મંદિર પ્રત્યે પણ લોકોની આસ્થા જોડાયેલી છે.
9.ગણપતિપુલે મંદિર
ગણપતિપુલે મંદિર મહારાષ્ટ્ર રાજ્યમાં રત્નાગિરિમાં આવેલું છે. અહીં ભગવાનની મૂર્તિ ઉત્તર દિશામાં નહીં પરંતુ પશ્ચિમ તરફ છે. માન્યતા છે કે ભગવાન ગણેશની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ છે.
10.ઉચ્ચી પિલ્લયાર
ભગવાન ગણેશના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે ઉચ્ચી પિલ્લયાર મંદિર તમિલનાડુના તિરુચિરાપલ્લી નામના સ્થાન પર રોક ફોર્ટ પર આવેલું છે. માન્યતા છે કે આ મંદિર રાવણના ભાઈ વિભીષણ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે વિભીષણએ એકવાર ભગવાન ગણેશ પર વાર કર્યો હતો.