ગણેશ ચતુર્થી 2022 : પૂજામાં કરો લાલ સિંદૂરનો ઉપયોગ, પુરા થશે દરેક કાર્યો


ગણેશ ચતુર્થી એ 31 ઓગસ્ટથી 10 દિવસ માટે ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ દિવસે લોકો ધામધૂમથી ઘરે ગણપતિ બાપા ની સ્થાપના કરતા હોય છે.
ભગવાન ગણેશની વિધિપૂર્વક કરો પૂજા તો થશે પ્રસન્ન
ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે. અને ભાવિ-ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. ભક્તો ની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. અને કોઈપણ મુશ્કેલી વિના તમામ કાર્યો પૂર્ણ થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાને પ્રસન્ન કરવા માટે ભક્તો તેમને પ્રિય વસ્તુઓ પણ અર્પણ કરતા હોય છે. લાલ સિંદૂર પણ ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે. ગણેશ ચતુર્થીના અવસર પર જાણો શા માટે કપાળ પર લાલ સિંદૂર લગાવવામાં આવે છે, તેના ફાયદા અને નિયમો.
ભગવાન ગણપતિ ને કેમ પ્રિય છે સિંદૂર?
પૌરાણિક કથાઓ પ્રમાણે, બાળપણમાં ભગવાન ગણપતિજી એ સિંદૂર નામના રાક્ષસનો વધ કરીને પોતાના શરીર પર લોહી ચઢાવ્યું હતું. ત્યારથી જ કહેવાય છે, કે લાલ સિંદૂર ભગવાન ગણેશજીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે.

લાલ સિંદૂર અર્પણ કરવાના ફાયદા
એવું માનવામાં આવે છે કે જો ભગવાન ગણપતિજીને લાલ સિંદૂર ચઢાવવામાં આવે તો વ્યક્તિને શાંતિ અને સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે. ભગવાન ગણપતિજીને સિંદૂર ચઢાવવાથી વ્યક્તિના લગ્ન જલ્દી થઈ જાય છે. અને લાલ સિંદૂર ચઢાવવામાં આવે તો સંતાનની પણ પ્રાપ્તિ થાય છે.જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નોકરી કે ઈન્ટરવ્યુ માટે જતી વખતે પણ ગણપતિજીને લાલ સિંદૂર જ ચઢાવવું જોઈએ.

ભગવાન ગણપતિજીને આ રીતે ચઢાવો લાલ સિંદૂર
સૌ પ્રથમ સ્નાન કરીન ને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ ભગવાન ગણપતિજીની પૂજા કરો. ઉત્તર અથવા ઈશાન કોણની તરફ મુખ કરીને બેસો. ભગવાન ગણપતિજીની મૂર્તિ સામે ગાયના ઘીનો દીવો કરવો. લાલ ફૂલ અને ધરો અર્પણ કરીને મંત્રનો જાપ કરતી વખતે કપાળ પર ભગવાન ગણપતિજીને લાલ રંગનું સિંદૂર લગાવો. આ પછી ભગવાન ગણપતિજીને મોદક અથવા તેમની પ્રિય વસ્તુ અર્પણ કરવી. આ રીતે ગણેશજીની પૂજા સંપન્ન કરો.