ગણપતિ સ્પેશ્યલ 2022: બાપ્પાને લગાવો મોદકનો ભોગ, ઘરે બનાવવા અપનાવો આ ટ્રિક્સ
આ વર્ષે ગણેશ ચતુર્થી 31ઑગસ્ટના છે. લોકો પોતાના ઘરે ગણપતિ સ્થાપના કરતા હોય છે. અને ઘણા દિવસથી રાહ પણ જોતા હોય છે. ગણપતિ બાપાને ઘણી મીઠાઈ લોકો પ્રસાદમાં ધરાવતા હોય છે. જેમાં મોદકનું હોવું જરૂરી હોય છે. કારણકે મોદક ગણપતિજીને અત્તિ પ્રિય છે. તો ઘરે તમે કઇ રીતે મોદક સારી રીતે બનાવી શકો તેની વાત કરીએ.
ઘરે બનાવો મોદકની પ્રસાદી
ટોપરાનું ખમણ અને ગોળને સરખી રીતે ગેસ પર પકાવો કે જેમાંથી તેની નમી દૂર થઈ જાય સાથે એનું પણ ધ્યાન રાખવું કે તે ઓવર કૂક ના થઈ જાય. આ માટે તાજા ટોપરાના ખમણનો ઉપયોગ કરવો. મોદક બનાવા માટે લોટ અને પાણીનું સરખું મિશ્રણ થવું જરૂરી છે. જેમાં 1કપ ચોખાના લોટ સાથે 1 કપથી થોડું વધારે પાણી રાખવું. જો આ માત્રાનું ધ્યાન રાખશો તો મોદક સોફ્ટ અને સ્વાદમાં સારા બનશે. સાથે એ પણ જોવું કે આ મિશ્રણ વધારે ચીપચીપુ નથી. ત્યારબાદ જો એવું જણાય તો તેના પર થોડું ગરમ પાણી છાંટીને તેને સરખું મિક્સ કરવું. આ લોટ સરખી રીતે મિક્સ હશે તો મોદક ક્રેક ફ્રી અને સોફ્ટ બનશે. ત્યારબાદ મોદકને આકાર આપવા માટે હાથને ભીના કરવા. અને આંગળી વડે લોટને ગોળ ગોળ ફેરવવો. જો લોટ ચીપચીપો હોય તો પાણીની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવો.