ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગરનો 59મો સ્થાપના દિવસ: આંધીનગર અને ધુળિયુંનગર કેવી રીતે બન્યું રાજ્યનું પાટનગર ?

ગુજરાતના પાટનગર ગાંધીનગરનો આજે 59 મો જન્મદિવસ છે. આજે ગાંધીનગર ને 58 વર્ષ થયા પૂરા થયા છે.વૈશ્વિક સ્તરે ગાંધીનગરની ઓળખ અલગ રીતે ઉભી થઈ છે. એક સમયે સૂમસામ કહેવાતુ આ નગર આજે એજ્યુકેશન હબ બન્યું છે. ગાંધીનગરમાં રાજ્યની સરકાર બેસતી હોવાથી આ શહેરને સરકારી શહેર પણ કહેવામાં આવે છે.

ગાંધીનગરની સ્થાપના કેવી રીતે થઈ?

ગુજરાત રાજ્યના સ્થાપનાનાં 5 વર્ષ બાદ એટલે કે 2 ઓગસ્ટ 1965 ના દિવસે ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી. પહેલા ગુજરાતનું પાટનગર અમદાવાદ હતું. પરંતુ 1 મે 1970 ના દિવસે અમદાવાદમાંથી ગાંધીનગર પાટનગર બન્યું. ગાંધીનગરનું નામ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના નામ પરથી બન્યું છે. ગાંધીનગરમાં જ્યા થર્મલ પાવર સ્ટેશન આવેલું છે તે GEB કોલોનીમાં તેની પ્રથમ ઈંટ મૂકાઈ હતી. GEB કોલોનીને આજે GSECL કોલોનીના નામે ઓળખવામા આવે છે. ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી હતા, અને આ શહેરની રચનાનું મુખ્ય આયોજન ચીફ આર્કિટેક્ટ એચ.કે.મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ આપ્ટેએ કર્યુ હતું.

ગાંધીનગર-humdekhengenews

ગાંધીનગર પહેલા આંધીનગર કહેવાતું હતું

આ શહેરે અનેક મુખ્યમંત્રીઓ ગુજરાતને આપ્યાં છે એટલુ જ નહીં પરંતુ આ શહેરે નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને પ્રધાનમંત્રી પણ આપ્યાં છે.ગુજરાતની રાજધાની ગાંધીનગરની આંધીનગરમાથી ગાંધીનગર બનાવા પાછળની કહાની પણ ખૂબ રસપ્રદ છે. આ શહેર એક સમયએ આંધીનગર અને ધુળિયુંનગર ગણાતું હતું કેમકે એક સમય હતો કે જ્યારે આ જગ્યા સાવ સુમસામ ભાસતી હતી અને ચારેય કોર ધુળની ડમરીઓ અને વેરાન જંગલો જ જોવા મળતા હતા ,

પાટનગર તરીકે ગાંધીનગરને જ કેમ પસંદ કરાયું ?

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે રાજ્યનું પહેલું પાટનગર અમદાવાદ હતું. પરંતુ જ્યારે અલગ ગુજરાત રાજ્ય સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે આપણા પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને એવો વિચાર આવ્યો કે આંધ્રપ્રદેશમાં જેમ સિકંદરાબાદ બન્યું, પંજાબમાં જેમ ચંદીગઢ બન્યું એ રીતે નવનિર્મિત ગુજરાતનું પાટનગર પણ નવું હોવું જોઇએ, કેમકે સંયુક્ત મુંબઇ રાજ્યમાંથી અલગ થતાં મહારાષ્ટ્રને ‘મુંબઇ’ જેવું સમૃદ્ધ શહેર પાટનગર તરીકે તૈયાર મળતું હતું, આ કારણે મહારાષ્ટ્ર રાજ્યએ ગુજરાતને 10 કરોડ રૂપિયા પણ આપ્યા હતા. પરંતુ ગુજરાતમાં પણ પાટનગરની પસંદગી કરવા માટે અનેક જુદી જુદી જગ્યાઓ જોઇને ચકાસણી કરવામાં આવી અને અંતે નવા પાટનગર તરીકે ગાંધીનગરની પસંદગી થઈ.

ગાંધીનગર-humdekhengenews

 આ પણ વાંચો : ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ગાંધીનગર પહેલા માત્ર સરકારી શહેર હતું

1 મે, 1970ના રોજ જ્યારે ગાંધીનગરની સ્થાપના કરવામા આવી ત્યાર બાદ પ્રથમ વસાહત શરૂ કરાઈ હતી. તેના પહેલા દિવસે જ 12 હજાર લોકોને પાટનગરમાં સરકારી આવાસ ફાળવવામા આવ્યા હતા. જેમાં 95 ટકા સરકારી કર્મચારીઓ હતા. અને તેમના માટે ખાસ વ્યવસ્થાઓ પણ ઉભી કરવામા આવી હતી.

વસાહત મંડળ જી ઇ બી કોલોની ખાતે વૃક્ષારોપણ કરાશે

આજે ગાંધીનગરના 59 મા સ્થાપના દિવસ નિમિત્તે વસાહત મંડળ જી ઇ બી કોલોની ખાતે વૃક્ષારોપણ કરાશે. વસાહત મહાસંઘ સે 5 માં કેક કટિંગ વૃક્ષારોપણ ઉપરાંત પાટનગર ખાતે જમીન આપનાર અસરગ્રસ્ત ખેડુતો નું સન્માન કરાશે. અને સ્થાપના દિન નિમિત્તે પ્રથમ જી ઇ બી કોલોની જ્યાં પ્રથમ ઇટ મુકાઈ હતી ત્યાં દીપ પ્રગટાવી વૃક્ષારોપણ કરાશે.

ગાંધીનગરને હરિયાળું નગર  કહેવાય છે.

ગાંધીનગર એની હરિયાળીને કારણે પણ ખૂબ જ પ્રખ્યાત છે. એક સમયે ગાંધીનગર શહેર એની વૃક્ષોની ગીચતાના આધારે ‘ગ્રીનેસ્ટ કેપિટલ ઓફ વર્લ્ડ’ તરીકે ગીનીઝ બુકમાં સ્થાન ધરાવતું હતું.

 આ પણ વાંચો : અમદાવાદમાં નવનિર્મિત બિલ્ડીંગની દિવાલ ધરાશાયી, કાટમાળ નીચે દટાતા એક યુવકનું મોત 

Back to top button