ગાંધીનગરમાં સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં યુવકને બિન સચિવાલયની સરકારી નોકરીની લાલચ આપી ઠગોએ યુવાન પાસેથી રૂ.7.48 લાખ રૂપિયા પડાવ્યા છે. તેમાં દિનેશ વાળા સરકારી ભરતીની તૈયારી કરે છે. જેમાં મિત્રોએ આરોપીઓ સાથે ઓળખાણ કરાવી હતી. તેમાં લાગવગ કરી નોકરી અપાવવા માટે યુવાન પાસેથી પૈસા પડાવ્યા છે. જેમાં અનિલ વણઝારા, નાથુસિંહ વણઝારા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદીઓને કોરોનાથી પણ વધારે આ પ્રાણીથી લાગી રહ્યો છે ડર
લાલચમાં યુવાને રૂપિયા 7 લાખ 48 હજાર 900 ગુમાવ્યા
ગાંધીનગરમાં બિન સચિવાલયની સરકાર નોકરી મેળવવાની લાલચમાં યુવાને રૂપિયા 7 લાખ 48 હજાર 900 ગુમાવ્યા છે. જેમાં આરોપી પિતા-પુત્ર નોકરી આપવાની લાલચે યુવાન પાસેથી પૈસા પડાવ્યા હતા. જેમાં 29 વર્ષના દિનેશ વાળા સરકારી ભરતીઓની તૈયારીઓ કરે છે. અને સરકારી નોકરી માટે સરકારમા લાગવગ કરી નોકરી અપાવવા માટે યુવાન પાસેથી બાપ-બેટાની જોડીએ બેરોજગાર યુવાન પાસેથી રૂપિયા પડાવી લીધા છે. તેથી અનિલ નાથુસિંહ વણઝારા, નાથુસિંહ વણઝારા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો છે. તેમજ પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે.
આ પણ વાંચો: 108ની એર એમ્બ્યુલન્સે 26 મિનિટમાં ભાવનગરથી સુરત પહોંચી દર્દીનો જીવ બચાવ્યો
ઉમિયા મંદિરે પિતા પુત્ર અને દિનેશભાઈ વચ્ચે બેઠક થઈ
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં બેરોજગાર યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય છે ત્યારે શહેરના સેક્ટર 2(સી)માં રહેતા અને મૂળ તળાજાના પાવઠી ગામનાના યુવાનને સરકારી નોકરીની લાલચ આપી છેતરવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પ્રમાણે સેક્ટર 2/સીમાં રહેતા દિનેશભાઈ વલ્લભભાઈ વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે ત્રણ વર્ષ અગાઉ તેના મિત્ર ભગવાનદાસ સુરાની મારફતે ખેડબ્રહ્મા દામાવાસ ખાતે રહેતા નાથુસિંહ વણઝારા અને તેમના પુત્ર અનિલસિંહ વણઝારા સાથે સંપર્ક થયો હતો અને આ સમયે દિનેશભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોવાથી તેમણે સરકારમાં સારી ઓળખાણ હોવાનું કહીં નોકરી અપાવવાની લાલચ આપી હતી. ત્યાર બાદ નાથુસિંહ અને દિનેશભાઈ વચ્ચે ફોન નંબરની આપ લે થઈ હતી. સેક્ટર 12 ખાતે આવેલા ઉમિયા મંદિરે પિતા પુત્ર અને દિનેશભાઈ વચ્ચે બેઠક થઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદ: ઉત્તરાયણ આવતા પોળના લોકોને થઇ કમાણી, જાણો કઇ રીતે
નોકરીનું પાકું કરી આપવા માટે 7.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા
જેમાં વર્ષ 2018માં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાની હોવાથી તેમાં તેમની નોકરીનું પાકું કરી આપવા માટે 7.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જોકે ત્યાર બાદ તબક્કાવાર એક એક લાખ રૂપિયા કરીને 7.48 લાખ રૂપિયા જેટલી રકમ આ પિતા પુત્રને આપી દેવામાં આવી હતી. પરંતુ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયા બાદ પણ નોકરી મળી નહોતી. જેથી દિનેશભાઈએ રૂપિયાની ઉઘરાણી શરુ કરી હતી. જોકે આ પિતા પુત્રએ તેમના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને દિનેશને છેતરાયાનો અહેસાસ થતા આ મામલે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.