રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જે રીતે નજીક આવી રહી છે તે રીતે વિવિધ મોર્ચે સરકારનો ઘેરાવો થઈ રહ્યો છે. જેમાં સૌથી મોટો મુદ્દો સરકારી કર્મચારીઓનો છે. જેમાં પણ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આગળ વધી રહ્યા છે. છેલ્લાં 1 મહિનાથી પણ વધારે સમયથી આંદોલન ચાલી રહ્યું હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આરોગ્યકર્મીઓ લડી લેવાના મૂડમાં છે.
આ પણ વાંચો : એક આંદોલનનો અંત : તલાટીઓના ભથ્થામાં સરકારે કર્યો વધારો
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છેલ્લાં 39 દિવસથી હડતાળ પર છે અને થોડા સમય પહેલા તેમણે સરકાર સાથેની વાટાઘાટો બાદ આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. જોકે જાહેરાત બાદ આરોગ્ય કર્મચારીઓમાં અસંતોષની લાગણી જન્મતા આંદોલનને યથાવત રાખવામાં આવ્યું હતું.
રાજ્યના આરોગ્ય કર્મચારીઓ લડી લેવા તૈયાર…
ગાંધીનગરમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉમટી પડતાં પોલીસ પણ તૈનાત થઈ
3 માગણીઓને લઈ કર્મચારીઓ હડતાળ પર છે
20 તારીખ સુધીનો કાર્યક્રમ નક્કી કરી ચલાવી રહ્યા છે એક્શન પ્લાન#healthworkers #strike #gandhinagar #Gujarat #humdekhengenews pic.twitter.com/1c90dDXKna— Hum Dekhenge News (@humdekhengenews) September 15, 2022
આ માટે આરોગ્ય કર્મચારીઓએ આજે સચિવાલયને ઘેરવાની તૈયારી હોવાથી મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા છે અને ચ રોડ, ઘ રોડ, સચિવાલય બસ સ્ટેન્ડ પાસે આરોગ્ય કર્મચારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ કારણે સચિવાલય ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ 20મી તારીખથી ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી આપેલી છે.
જો ગુરૂવાર સાંજ સુધીમાં સરકાર 3 પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો રાજ્યના 33 જિલ્લાના તમામ આરોગ્યકર્મીઓ ગાંધીનગરમાં આંદોલનમાં જોડાશે. શું છે મુખ્ય માંગણીઓ ?
- આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે રૂ. 1,900થી વધારીને રૂ. 2,800 કરવા માગ
- કોવિડ સમયમાં કામ કર્યું તે માટે ભથ્થુ આપવાની માગ
- કર્મચારીઓની ફેરણી ભથ્થુ (PTA) આપવાની માગ
આગળના કાર્યક્રમ માટેનો એક્શન પ્લાન
- 15/9 સવારે 10:00 કલાકે સચિવાલય ઘેરાવો
- 16/9 સવારે 11:00 કલાકે ગાંધીનગરમાં રેલી
- 17/9 સવારે 10:30 કલાકે ગાંધીનગરમાં રસ્તા રોકો આંદોલન
- 19/9 સવારે 10:00 કલાકે સહપરિવાર સચિવાલય ખાતે ધરણાં
- 20/9 સવારે 10:00 કલાકથી ભૂખ હડતાળ
આ પણ વાંચો : દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયત, સામે આવ્યા કરોડોના બોગસ વ્યવહાર