રૂપાલમાં ઘીના અભિષેક સાથે વરદાયિની માતાની પલ્લી નીકળી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
નવરાત્રિના નોમના દિવસ ગાંધીનગરમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ રૂપાલ ગામ માટે ખાસ હોય છે. તે દિવસે રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળે છે. છેલ્લા બે વર્ષમાં કોરોના કારણે આ પલ્લી નીકળી શકી ન હતી. પણ આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે આ પલ્લી મંદિરમાં પહોંચી હતી. ગામમાં નીકળેલી પલ્લીમાં ઘીની નદીઓ વહી હતી. મહત્વનું છે કે રૂપાલ ખાતે યોજાતી પલ્લીમાં ઘી અર્પણ કરવાનું અનોખુ મહાત્મય રહેલું છે, માતાની પલ્લી પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળ્યાં હતાં.
ગાંધીનગર : બે વર્ષ બાદ પરંપરા મુજબ વરદાયિની માતાની પલ્લી નીકળતા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું#Navratri #Gujarat #Gandhinagar #navratri2022 #Vijayadashami #dussehra2022 #GujaratiNews #Gujarat #humdekhengenews pic.twitter.com/OjBxzMiI05
— Hum Dekhenge News (@humdekhengenews) October 5, 2022
રૂપાલની પલ્લીને જોવા માટે દેશવિદેશમાંથી લોકો આવે છે. આસો સુદ નોમની રાત્રે આજે રાત્રે પણ સદીઓની પરંપરા અનુસાર માતાજીની પલ્લી નીકળી હતી. કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માતાજીની પલ્લી નીકળી હતી.આ ઉપરાંત ભોજન, આરોગ્ય અને ફાયર બ્રિગેડ સહિતની સુવિધાઓ તંત્ર દ્રારા તૈયારી કરવામાં આવી હતી.
વરદાયિની માતાની પલ્લીમાં માત્ર ગામના જ નહી રાજ્યભરમાંથી તેમજ દેશવિદેશથી ભક્તો પહોંચ્યા હતાં. તો બીજી તરફ પલ્લીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી શાંતિપૂર્ણ રીતે માતાજીની પલ્લી નીકળી હતી.
આ પણ વાંચો : સુરત :ઉમિયાધામ અષ્ટમી પર 30 હજાર દીવડાની મહાઆરતીમાં ઝગમગી ઉઠ્યું, જુઓ વિડીયો